33 C
Ahmedabad
Friday, April 26, 2024

દયાહીન સીઝર : મોડાસા સારવાર કરાવવા આવેલ એકટીવા ચાલકની એક્ટિવા સીઝ કરી તેના ભાઈને માથામાં પાવડો ઝીંકી ઢોર માર માર્યો


મેઘરજ રોલાના ઈદ્રીશ મકરાણીને કોટક ફાઇનાન્સના મેનેજર, સીઝર અને દસ- બાર લોકોએ માર મારતા દવાખાને સારવાર લેવી પડી

અરવલ્લી જીલ્લામાં બાકી પડતી લોનના હપ્તાની વસુલાત અને વાહન રિકવર માટે રીતસરની ગુંડાગીરી થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે. લોન રિકવરી કરવાનું કામ કરતા એજન્ટો ગ્રાહક કે સ્થાનિક પોલીસને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના તેમજ કાયદો હાથમાં લઈ વાહનો ઉઠાવી જતી હોવાની સાથે લોન ધારકને દમદાટી આપી રૂપિયા પણ ખંખેરતા હોવાની ચર્ચા વચ્ચે મેઘરજથી એક્ટિવા લઇ સારવાર કરાવવા આવેલ શખ્સની એક્ટિવા સાથે કોટક ફાઇનાન્સની ઓફિસે લઈ જતા હપ્તાની રકમ ભરવા પહોંચેલા એક્ટિવા માલિકના ભાઈને માર મારી માથામાં પાવડો ઝીંકતા એક્ટિવા ચાલક લોહીલુહાણ થતા માથાના ભાગે ત્રણ ટાંકા લેવા પડ્યા હતા એક્ટિવા ચાલકે સમગ્ર ઘટના અંગે મોડાસા ટાઉન પોલીસને અરજી આપી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ તાલુકાના રોલા ગામના ઈદ્રીશભાઈ ઇસ્માઇલ ભાઈ મકરાણીના ભાઈ એક્ટિવા લઇ ગુરુવારે મોડાસામાં સવારે સારવાર અર્થે દવાખાને આવતા એક્ટિવાની લોનના હપ્તા કોટક ફાઇનાન્સમાં ચઢી જતા સિઝરે એક્ટિવા સાથે માલિકને ઓફિસ પર ફોટા પાડવા લઇ જવાનું હોવાનું જણાવી એક્ટિવા જપ્ત કરી લેતા તેમના ભાઈ હપ્તાની 18 હજાર રૂપિયા રકમ ભરવા પહોંચ્યા હતા સીઝર લેટર માંગતા સીઝર લેટર નહીં આપતા આ અંગે બોલાચાલી થતા કોટક ફાયનાન્સના મેનેજર,સીઝર સહીત 10 થી 12 લોકોનું ટોળાએ ઈદ્રીશ મકરાણીને ઢોર માર મારી માથામાં પાવડાના હાથાનો માથામાં ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાતા માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા અને હાથે ગંભીર ઇજા પહોંચતા કોટક ફાયનાન્સ મેનેજર અને સીઝરની ગૂંડાગર્દીનો ભોગ બનેલા ઈદ્રીશ ભાઈએ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!