31.3 C
Gujarat
Friday, August 28, 2026
Home ક્રાઇમ અરવલ્લી : GUJCTOCના ખૂંખાર નાસતા-ફરતા આરોપી ખાતુ મનાતને LCB પોલીસે મોડાસા હજીરા...

અરવલ્લી : GUJCTOCના ખૂંખાર નાસતા-ફરતા આરોપી ખાતુ મનાતને LCB પોલીસે મોડાસા હજીરા વિસ્તારમાં ટહેલતો દબોચી લીધો

0

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ભિલોડા પંથકમાં આતંક મચાવનાર અને જીલ્લાના માર્ગે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર હત્યારા અને પોલીસ પર હુમલો કરવામાં પંકાયેલા કુખ્યાત સૂકા ડુંડ અને તેની ગેંગના ૧૮ ગુંડાઓને ગુજસીટોક હેઠળ ગુન્હો નોધી એક જ ઝાટકે પૂરા કરી નાખી પોલીસે એક એકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ગુજસીટોકના ગુન્હાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા બોરનાલાના કુખ્યાત બુટલેગર ખાતુ મનાતને જીલ્લા એલસીબી પોલીસે મોડાસા હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમ જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ગુજસીટોકના ગુન્હાનો બોરનાલા ગામનો ખાતુ પુના મનાત નામનો આરોપી મોડાસા હજીરા ત્રણ રસ્તા પર ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ હજીરા વિસ્તારમાં ત્રાટકી પોલીસ પર હુમલો કરવામાં માહેર ખાતુ મનાતને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા દોઢ વર્ષથી પોલીસને હાથતાળી આપતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા ખાતુ મનાતની અટકાયત કરી એસસી એસટી સેલના ડીવાયએસપીને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!