29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના માલપુર રોડ પર મોડી રાત્રે ઓઈલ ઢોળાયું, પાલિકાના કોર્પોરેટર તાત્કાલિક...

અરવલ્લી: મોડાસાના માલપુર રોડ પર મોડી રાત્રે ઓઈલ ઢોળાયું, પાલિકાના કોર્પોરેટર તાત્કાલિક પહોંચી સાફ-સફાઈ કરાવી

0
168

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલા સાંઈ મંદિર નજીક માલપુર રોડ પર મંગળવારના રોજ રસ્તા પર ઓઈલ ઢોળાવાતા વાહન ચાલકો ટપોટપ પટકાયા હતા, ઘટનાની જાણ થતાં મોડાસા નગર પાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તો સાફ કરવાની તજવીજ હાથ ધરી હતી.

મોડાસા માલપુર રોડ પર આવેલ કાર્તિકેય સોસાયટી થી લઇ ઓધારી તળાવના ગેટ સુધી મંગળવાર સાંજના સુમારે કોઈ ખાનગી વાહનની ઓઈલની પાઇપ લીકેજ હોવાના કારણે આખા રોડ ઉપર ઓઇલ ઢોળાવવાના કારણે વાહનો સ્લીપ થાય અને મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ આ બાબતની જાણ મોડાસા નગરપાલિકા ના ઉપ પ્રમુખ આર. સી. મહેતા અને બાંધકામ સમિતિના ચેરમેન આશિષ પટેલ ને જાણ થતા તેઓ તાબડતોબ સ્થળ ઉપર પહોંચી જઈ ઓઇલ વાળી જગ્યા પર નગર પાલિકા ના પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સેનેટરી નિ ટીમ દ્વારા રસ્તા પર માટી નંખાવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!