37 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લીની આત્મનિર્ભર બહેનો – ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતીથી દર મહિને 13 હજારથી વધુની કમાણી


અરવલ્લીની આદિવાસી બહેનોને કે જે જમીનના નાના ટુકડાઓમાં દેશી (આર્ગેનિક) હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે. અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છુટક બજારમાં વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી. પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને NRLM યોજ્ના અંતર્ગત લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. અહિની બહેનો દ્વારા પકાવવામાં આવતી લીલી હળદર 50 રૂપિયે કિલોનો ભાવ હોય તો પણ તરત જ બજારમાં વેચાય જાય છે પરંતુ તે સિવાય વધતી હળદરને જાતે પ્રોસેસિંગ કરીને પ્રોડક્ટને બજારમાં રૂ. 250 ના કિલોના ભાવે વેચાણ અર્થે મુકે છે. તેની માંગ પણ વધારે રહે છે. આ અંગે વાત કરતા લુસડીયા ગામની સખીમંડળની પ્રમુખ તારાબેન સુવેરા જણાવે છે કે અગાઉ અમે હળદરને બજારમાં ખુલ્લી વેચાણ કરી દેતા હતા જે પૈસા આવે તે ઘરખર્ચમાં વપરાશમાં ઉપયોગ કરતા પરંતુ અમે સખીમંડળમાં જોડાતા લીલી હળદર તેમજ સૂકી હળદરને પ્રોસેસિંગ કરી વેચતા બજારમાં ભાવ પણ ઉંચો મળવા લાગ્યો તેમજ જે આવક મળે તેમાંથી અમારા બચતખાતામાં પણ પૈસાનો વધારો થયો.

Advertisement

આ અંગે વાત કરતા સખીમંડળની બહેનો કહે છે કે, અમે આદિજાતિ વિભાગની યોજનાથી અમે ગરમ મસાલા પ્રોસેસિંગ અને પેકેજીંગનું મશીન પણ વસાવી જાતે જ પેકિંગ કરીએ છીએ જેથી અહિના સખી મંડળના દ્વારા બનાવવામાં આવેલ હળદરના બ્રાન્ડની માંગ વધારે રહે છે. આત્મનિર્ભર બનેલી તારાબેનના સખીમંડળની બહેનો કહે છે. અંદાજે એક હેકટર જમીનમાં આદુ અને હળદરની ખેતી કરી લગભગ 200 થી વધુ પરીવારો આજીવિકા ચાલે છે.જેમાં પાંચથી વધારે સખીમંડળની 70 થી વધુ બહેનો જોડાયેલી છે. જેઓ મહિને રૂ. 13 હજાર અને શિયાળાના ચારમાસના ગાળામાં રૂ. 50 હજારથી વધારે કમાણી કરી લઇએ છીએ. અહિના આદુની માંગ પણ એટલી રહેતી હોય, તેઓ હવે આદુની પેસ્ટ બનાવી બજારમાં વેચાણ અર્થે મુકે છે. તેની માંગ પણ વધતા હવે અમે આસપાસના વિસ્તારમાં નાના પાયે આદુની ખેતી કરતા ખેડૂતો પાસેથી આદુનુ કલેકશન કરી તેનું પ્રોસેસિગ કરી બજારમાં વેચાણ કરીએ છીએ જેનાથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે છે. અને સખીમંડળની બહેનોને પણ ફાયદો થાય છે. બહેનોને આવકનો નવો સ્ત્રોત મળતાં બહેનોની પરિસ્થિતિમાં સુધારો થયો છે. આર્થિક અને સામાજીક રીતે બહેનોને માન.મોભામાં વધારો થયો છે. આમ આ હડદર બનાવટ ની કામગીરી કરવાથી સ્થાનીક કક્ષાએ ઘર આંગણે જ રોજગારી ઉપલ્બિ થતાં ખુબ જ સારી એવી આવક ઉભિ કરીને આત્માનિર્ભર બનેલ છે.

Advertisement

નોંધ – રાજ્યના કોઈપણ જિલ્લામાં મેરા ગુજરાતનો કોઈ જ પ્રતિનિધીની નિમણૂક કરેલી નથી, આવુ કોઈ ઘ્યાનમાં આવે તો અમારો સંપર્ક કરવો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!