28 C
Gujarat
Friday, August 21, 2026
Home HeadLines ખેડૂતોમાં કહીં ખુશી કહી ગમ: મોડાસા APMC માર્કેટમાં ઐતિહાસિક 858 રૂપિયા ઘઉંનો...

ખેડૂતોમાં કહીં ખુશી કહી ગમ: મોડાસા APMC માર્કેટમાં ઐતિહાસિક 858 રૂપિયા ઘઉંનો ભાવ બોલાયો, માવઠાની વિપરિત અસર

0
362

અરવલ્લી જિલ્લામાં માવઠાએ ખેડૂતોને કુદરતી લપડાક આપી છે તો બીજી બાજુ આવક ઓછી થતાં માર્કેટ યાર્ડમાં ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે તો મોડાસા માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો તેમના ઘઉં લઇને આવી રહ્યા છે તેમને સારો ભાવ મળી રહ્યો છે. મોડાસા માર્કેટ માં ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે અને ભાવ 858 રૂપિયા પ્રતિમણ પર પહોંચ્યા છે.

મોડાસા માર્કેટ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે, માવઠાને કારણે ઘઉંના ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે, જેમાં પલડેલા માલનો ભાવ 400 થી 430 રૂપિયા પ્રતિમણ, જ્યારે મીડિયમ ઘઉંનો ભાવ 430 થી 480 અને સારી ક્વોલિટી ટુકડી ઘઉંનો ભાવ 800 થ 858 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચી ગયા છે, જેને લઇને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી હતી.

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

અમારી વેબસાઈટ : http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat

મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :- 73836 31531

એક તરફ જે ખેડૂતોના ઘઉં પલડ્યા નથી, તેમને માર્કેટ યાર્ડમાં સારો ભાવ મળી રહ્યો છે તો બીજી બાજુ જે ખેડૂતોના ઘઉં માવઠામાં સ્વાહા થયા છે તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી ને રાહ જોઈને બેઠા છે. મોટા ભાગના ખેડૂતોને માવઠાને કારણે અરવલ્લી જિલ્લામાં ઘઉંના પાકને નુકસાન થયું છે ત્યારે ક્યારે તેમને વળતર ચુકવાય છે તે જોવું રહ્યું પણ હાલ તો માર્કેટમાં ખુલ્લા બજારની હરાજીમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!