29 C
Ahmedabad
Friday, April 19, 2024

વિધાનસભામાં સત્ર દરમિયાન પોલીસ ભરતી અંગે કરવામાં આવી આ સ્પષ્ટતા


બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 5,212 જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 4450 જગ્યાઓ ખાલી

Advertisement

વિધાનસભામાં પોલીસ ભરતીમાં ખાલી જગ્યાને લઈને વિગતો સામે આવી હતી. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે પોલીસ દળમાં વિવિધ સંવર્ગની ભરતી અંગે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારે સરકારે તેના જવાબમાં કહ્યું હતું કે 2021માં પોલીસ દળમાં વિવિધ કેડરની માત્ર 78 જગ્યાઓ ભરવામાં આવી હતી. તેની સામે વર્ષ 2022માં 11900 જગ્યાઓ ભરવામાં આવી છે.

Advertisement

જો કે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 5,212 જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 4450 જગ્યાઓ ખાલી છે. તેમ વિગતો સામે આવી હતી. ખાસ કરીને પોલીસ ભરતી પ્રક્રીયા મોટાપાયે થતી હોય છે ત્યારે અગાઉ પણ ચૂંટણી પહેલા પરીક્ષા લેવામાં આવી છે.

Advertisement

લોક રક્ષમક દળની પરીક્ષાની લેખિત પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવામાં આવી હતી. ભરતીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એલ.આર.ડી.ની 10,459 જગ્યા માટે ભરતી જાહેર કરાઇ હતી.

Advertisement

બિન હથિયારી કોન્સ્ટેબલની 5212 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. હથિયારી કોન્સ્ટેબલની 797 અને એસ.આર.પી. કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતીની પરીક્ષા લેવાઈ હતી. એપ્રિલ મહિનામાં 2.94 લાખ રાજ્યના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પોલીસ ભરતીમાં અગાઉ પરીક્ષા યોજાયા બાદ ખાલી જગ્યાને લઈને આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં સવાલ કરાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!