32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : નાપડા ગામનો યુવક તળાવમાં મચ્છી કાઢવા જતા ડૂબી જતા મોત..!!...

અરવલ્લી : નાપડા ગામનો યુવક તળાવમાં મચ્છી કાઢવા જતા ડૂબી જતા મોત..!! મૃતક યુવકની બીજા દિવસે તળાવમાંથી લાશ મળતા ચકચાર

0
131

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના નાપડાજાગીર ગામનો યુવક ઘરેથી ખેતરમાં જવાનું કહી નીકળેલ યુવક ગુમ થઇ ગયા પછી બીજા દિવસે યુવકની લાશ ગામના તળાવમાંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક યુવકનું મોત નિપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી મૃતક યુવક મચ્છી પકડવા જતા પગ લપસી જતા મોત થયું હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી છે

નાપડાજાગીર ગામનો શરદભાઈ ઉર્ફે બલ્લુ કાળાભાઇ પગી (ઉં.વર્ષ-35) નામનો યુવક ખેતી કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યો હતો શનિવારે ઘરે ખેતરમાં જવાનું કહીં ઘરેથી નીકળ્યા પછી યુવક ઘરે પરત નહીં ફરતા યુવકના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી ગામ નજીક આવેલા તળાવના કિનારે ગુમ યુવકના કપડાં અને ચપ્પલ મળી આવતા પરિવારજનોને કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાનું જણાતા સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ હાથધરતા મૃતકની લાશ મળી આવતા પરિવારજનોએ રોકોકકળ કરી મૂક્યું હતું શામળાજી પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

શામળાજી પોલીસે મૃતક યુવકના પિતા કાળાભાઇ ખેમાભાઈ પગીની જાણવાજોગ ફરિયાદ નોંધી હતી જેમાં મૃતક યુવકનું મોત તળાવમાં મચ્છી પકડવા જતા પગ લપસી તળાવમાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!