32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાત : અરવલ્લીના ભિલોડા પંથકમાં 44 વર્ષીય મહિલાને કોરોના ભરખી ગયો, પાંચમી...

ગુજરાત : અરવલ્લીના ભિલોડા પંથકમાં 44 વર્ષીય મહિલાને કોરોના ભરખી ગયો, પાંચમી લહેરમાં જીલ્લામાં પ્રથમ મોતથી હાહાકાર

0
126

ગુજરાતમાં કોરોનાના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે જો કે સુખદ બાબત એ છે કે,પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં જ રાખવામાં આવે છે અને રિકવરી રેટ પણ વધ્યો છે. આવી સ્થિતિ વચ્ચે અરવલ્લી જીલ્લામાં એકલ દોકલ કોરોનાના કેસ નોંધાતા તંત્ર અને લોકો રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે ભિલોડા તાલુકામાં 44 વર્ષીય કોરોનાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના સામે જંગ હારી જતા મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે કોરોનાગ્રસ્ત મહિલાના મોતના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાતા તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં હાઇરિસ્ક વ્યક્તિઓનું સ્ક્રિનરીંગ અને ટેસ્ટીંગ વધારવામાં આવેની માંગ પ્રબળ બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લામાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં ભારે ખુંવારી સર્જાઈ હતી અનેક લોકોને કોરોના ભરખી જતા સ્મશાનોમાં મૃતદેહની લાઈન લાગી હતી ત્યારે પાંચમી લહેરની દહેશત વચ્ચે જીલ્લામાં કોરોનાના સંક્રમણમાં મહદંશે રાહત પ્રવર્તી રહી છે જો કે ભિલોડા પંથકમાં 44 વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા બાદ હોમ કોરન્ટાઇન થઇ હતી, કોરોનાગ્રસ્ત મહિલાની અચાનક તબિયત લથડતા મહિલાનું મોત થતા પરિવારજનો સહીત સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. કોરોનાગ્રસ્ત મહિલાની અંતિમવિધિ સરકારી ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી હતી કોરોનાથી મહિલાના મોતના પગલે આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે અને મહિલાના પરિવારજનો આજુબાજુના લોકો અને સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથધરી છે.

મૃતક મહિલાને તાવ, શરદી ખાંસી થતા શંકાસ્પદ લક્ષણોના પગલે 6 દિવસ અગાઉ મહિલાને કોરોનાનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝેટીવ રિપોર્ટ આપતા હોમકોરન્ટાઇન થયા હતા ત્યારબાદ તબિયત લથડતા પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દેતા મહિલા મોતને ભેટતા પરિવારજનો સહીત ગામલોકો ફફડી ઉઠ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!