વિજયનગર તાલુકામાં પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પરોસડા ગામ પાસે હરણાવ નદીના પુલ નજીકથી બે પરવાના વિનાની બંદૂકો સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કરીને બન્નેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વિજયનગર તાલુકામાં આ પ્રકારે કેટલી બિન પરવાનનાની બંદૂકો ફરતી હશે એ સવાલ ઉઠે એ રીતે તાજેતરમાં જ લાયસન્સ વિનાની બંદૂકો ઝડપાયાનો આ બીજો કિસ્સો અને ત્રણ બંદૂક મળી આવી છે.
વિજયનગરના પો.સ.ઇ એ.બી.ચૌધરી એમના સ્ટાફ સાથે ગત રાતે વિજયનગર પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને મળેલી બાતમી આધારે બિન પરવાનાની બે બંદૂકો સાથે રાજસ્થાનના બે શખસોને પરોસડા ગામની હરણાય નદીના પુલ પાસે રોડ ઉપરથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઇસમોમાં લાલાભાઈ ધર્માજી ખરાડી અને તથા ખાતુભાઈ સળુંભાઇ ભગોરા( બન્ને રહે.કુપડા તા.ઝાડોલ જિ..ઉદેપુર રાજસ્થાન) નો સમાવેશ થાય છે.
આ બંનેના કબજામાંથી વિના લાયસન્સની ગેરકાયદેસર રીતે દેશી બનાવટની કુલીદાર બે બંદૂકો કુલ કિ.રૂા.૧૦,૦૦૦/- ની કબજે કરી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





