37 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કણાદર ગામે રીંછનો ખેડૂત ઉપર હિંસક રીંછનો હુમલો


ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

Advertisement

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામે મહુડા વીંણતા ખેડૂત ઉપર જંગલી રીંછે જીવલેણ હુમલો હુમલો કરતા ખેડૂતના જમણા હાથે ત્રણ બચકાં ભરતા અને હાથની ત્રણ નસોને નુકસાન થતા લોહીલુહાણ ગંભીર હાલતમાં ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આપીને હિંમતનગર સિવિલમાં ખસેડયા બાદ એને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

વિજયનગરના કણાદર ગામના ખેડૂત ભગોરા બચુભાઇ મંગળાજી ગુરુવારે બોપરે જંગલ નજીકના મહુડાનાં ઝાડ હેઠળ મહુડા વીણી રહ્યાં હતાં ત્યારે જંગલી રીંછે એની ઉપર ઓચિંતો જીવલેણ હુમલો કરી આ ખેડૂતના જમણા હાથે ત્રણ બચકાં ભરતા માંસપેશીઓ બહાર આવી ગઈ હતી જ્યારે હાથની બે નસોને પણ નુકસાન થયું હતું. આમ જીવલેણ ઈજાગ્રસ્ત આ ખેડૂતને તાત્કાલીક પ્રાથમિક સારવાર ભિલોડા ખાતે આપી હિંમતનગર સિવિલ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતા હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ ઘટનાની જાણ આ વન વિભાગને થતા હિંસક રીંછને શોધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!