33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લીઃ બાયડના આમોદરાના ગબાજીના મુવાડા ગામે ઝાડ પર પાલો પાડવા ચડેલા યુવકને...

અરવલ્લીઃ બાયડના આમોદરાના ગબાજીના મુવાડા ગામે ઝાડ પર પાલો પાડવા ચડેલા યુવકને કરંટ લાગતાં મોત

0
125

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારની ગ્રામપંચાયત વિસ્તારમાં ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે પશુઓ માટે લીલા અને સૂકા ઘાસ ચારાની પણ તંગી વર્તાઈ રહી છે.ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં લીમડા સહિતના વૃક્ષોનો પાલો પાડી પશુપાલકો પશુઓનું પેટ ભરવા મજબુર બન્યા છે….!!!ત્યારે પશુઓના પેટનું પોષણ કરવા માટે મથામણ કરતા પશુપાલકો માટે ક્યારેક જીવનું પણ જોખમ સર્જાતું હોય છે એવીજ એક ઘટના આમોદરા ગામે ઘટવા પામી છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આમોદરા ગ્રામપંચાયતના પેટાપરા ગબાજીના મુવાડા ગામે સોલંકી વનરાજસિંહ નટુસિંહ પાલો પાડવા માટે ઝાડ પર ચડ્યા હતાં અને ત્યાંથી પસાર થતા વીજ તારમાંથી કરંટ લાગતા
વનરાજસિંહ ઉં. વ. 25 નું પ્રાણપંખેરું ઘટનાસ્થળે ઉડી ગયું હતું.વહેલી સવારે બનેલી આ કરૂણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક સાથે ગમગીની ફેલાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!