બ્રહ્મપુરી બુટલેગર પ્રકાશ ગામેતીના ઘરે પોલીસ ત્રાટકતા રાત્રીના અંધારામાં ગાયબ, છેલ્લા કેટલાક વર્ષોથી દારૂનો અડ્ડો ચલાવતો હતો
અરવલ્લી SP સંજય ખરાતનાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે ટીંટોઈ પોલીસે બ્રહ્મપુરીના નામચીન બુટલેગરના ઘરે ત્રાટકી રસોડામાં બનાવેલ ફર્નિચર અને દીવાલની પાછળ બનાવેલ ભોંયરામાં સંતાડેલ 1.28 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
ટીંટોઈ પોલીસ સ્ટેશનનું થોડા દિવસ અગાઉ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે કોમલ રાઠોડે ચાર્જ સાંભળતાની સાથે તેમના હદ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે રાજસ્થાનના મેવાડાથી ઈસરી વાયા ટીંટોઈથી મેઢાસણ રોડ પર દારૂની લાઈન ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
ટીંટોઈ પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બ્રહ્મપુરી ગામનો નામચીન બુટલેગર પ્રકાશ ગામેતી ઘરે વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા બુધવારે રાત્રીના સુમારે બુટલેગરના ઘરે ત્રાટકી તપાસ કરતા ઘરની અંદર કે બહાર દારૂ મળી ન આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જો કે બાતમી સજ્જડ હોવાથી પોલીસે ઘરમાં રસોડાના ફર્નિચર અને દીવાલની જીણવટભરી તપાસ કરતા ફર્નિચર અને દીવાલની આડમાં બનાવેલ ભોંયરામાંથી વિદેશી દારુની બોટલ અને બિયર ટીન નંગ-619 કીં.રૂ.
128500/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ અંધારામાં ફરાર થઇ જનાર બુટલેગર પ્રકાશ સોમા ગામેતી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





