29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: PM મોદીએ મોડાસા ખાતે આકાશવાણીના FM સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું, મંત્રી...

અરવલ્લી: PM મોદીએ મોડાસા ખાતે આકાશવાણીના FM સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું, મંત્રી ભીખુસિંહ પરમાર રહ્યા ઉપસ્થિત

0
116

કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ને આકાશવાણીના એફ. એમ. સ્ટેશનની ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી એફ.એમ. સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. મોડાસાના શામળાજી રોડ પર જુના દૂરદર્શન ટાવર ખાતે આ નવીન સ્ટેશન આપવામાં આવ્યું હતું.  જેના વડે વિવિધ ભારતી પુરા મોડાસામાં સંભળાશે. જેની ફ્રિકવન્સી 100.1 MHz રહેશે. મોડાસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ આકાશવાણીના નવીન સ્ટેશન માટે નવીન જમીન ફાળવણી કરવાને લઇને મંત્રી ભીખુસિંહ પરમારે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

દેશમાં ભારત દેશમાં 91 FM ટ્રાન્સમીટર્સ શરુ,જેમાંથી અરવલ્લી જિલ્લામાં પણ એક FM સ્ટેશનનો સમાવેશ થાય છે. દેશમાં 91 સ્ટેશન પૈકી ગુજરાતના 10 માંથી અરવલ્લી જિલ્લામાં 1 FM સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યુ. જે અરવલ્લી જિલ્લાના લોકો માટે ખુશખબર છે. આજથી મોડાસાના લોકો પણ FM પોતાના શહેરમાં સાંભળી શકશે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સર્વોદય હોસ્પિટલની બાજુમાં આકાશવાણી રીલે સ્ટેશન (જુના દૂરદર્શન )ખાતે આ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં મંત્રી ભિખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એન. ડી. પરમાર, આકાશવાણીના ઉપનિર્દેશક બુંદેલા અને તેમની ટિમ અને અન્ય જિલ્લાના પદાઅધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!