38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના બસપોર્ટ નજીક આવેલ મનપસંદ દારૂખાનું નામની દુકાનમાં ઉચ્ચ અધિકારીઓની...

અરવલ્લી : મોડાસાના બસપોર્ટ નજીક આવેલ મનપસંદ દારૂખાનું નામની દુકાનમાં ઉચ્ચ અધિકારીઓની તપાસ, અન્ય સ્થળો પર તપાસ યથાવત

0
308

 

મનપસંદ દારૂખાનું હોલસેલ નામની દુકાન મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનના માલિકની લઘુબંધુની હોવાથી જીલ્લા પુરવઠા વિભાગની તપાસ

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં લાગેલ ભીષણ આગ બાદ રાત્રીના સુમારે જ મોડાસા શહેરમાં દારૂખાનાના હોલસેલ વેપારીઓ કરોડો રૂપિયાનો જથ્થો સગેવગે કરી દીધો

મોડાસા શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં ફટાકડાના હોલસેલ વેપારીઓના ગોડાઉન વધુ એક આગ કાંડ સર્જેતો નવાઈ નહિ

મોડાસા શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયાનું દારૂખાનું ચિઠ્ઠી પર વેચાણ થઇ રહ્યું છે

મોડાસાના લાલપુરકંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ પછી ભીષણ આગમાં ચાર શ્રમિકોના મોત થતા જવાબદાર તંત્ર ઉંધા માથે પટકાયું છે ઘટના પછી કલેકટરે છ ટીમ બનાવી મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દારૂખાનું સંગ્રહ કરતા વેપારીઓના ત્યાં તપાસનો ધમધમાટ હાથધર્યા છે ત્યારે મહેશ્વરી ક્રેકર્સના વધુ 6 ગોડાઉન શહેરના અલગ અલગ વિસ્તારમાં મળી આવતા પોલીસે સીલ કરી પોલીસ પહેરો ગોઠવી દીધો છે મહેશ્વરી બ્રધર્સના લઘુબંધુની મોડાસા નવનિર્મિત બસ પોર્ટ નજીક આવેલ મનપસંદ દારૂખાનું નામની હોલસેલ દુકાનમાં પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથધરી છે

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન વિસ્ફોટ પછી મોડાસા શહેરમાં દારૂખાના ના હોલસેલનું કાયદેસર લાયસન્સ ધારક વેપારીઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે જો કે શહેરમાં ફટાકડાનું ગેરકાયદેસર વેપલો કરતા વેપારીઓ તેમની હાટડીઓ સંકેલી લીધી છે મોડાસા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ મનપસંદ દારૂખાનું નામની દુકાનમાં જીલ્લા પુરવઠા તંત્રની ટીમ ત્રાટકી વેપારી સાથે રાખી બંધ ગોડાઉનના તાળા ખોલાવી ચેકીંગ હાથધર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!