38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓપ.સોમાં ડિરેક્ટરને બરતરફ કરવા સુપ્રીમકોર્ટમાં પહોંચેલ...

અરવલ્લી : ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓપ.સોમાં ડિરેક્ટરને બરતરફ કરવા સુપ્રીમકોર્ટમાં પહોંચેલ સત્તધારી પેનલની કારમી હાર

0
194

 

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ચેરમેન અને તેમની ટીમે આપેલ સભાસદો વચન કરવામાં ઉણા ઉતર્યા હોવાનાની ચર્ચા

સોશ્યલ મીડિયામાં MRTCના ચેરમેન ખોટા ખર્ચા કરતા હોવાની સાથે આપખુદશાહી ચલાવી રહ્યા હોવાના અને ચૂંટણીમાં ખોટા મેનીફેસ્ટો મારફતે સભાસદોને ઉલ્લુ બનાવવામાં આવ્યા હોવાની અનેક પોસ્ટ વાયરલ

દોઢ વર્ષ અગાઉ મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ માં ખૂબ જ લાંબા સમય થી સત્તા પર રહેલ ચેરમેન અબ્દુલ રજ્જાક ટીટોઇયા અને તેમની પેનલ ની હાર થતા સત્તા પરિવર્તન થયું હતું . જેમાં નવી બોડીમાં સાજીદ ખાનજી એ ચેરમેન તરીકે નો હોદ્દો સંભાળતા ચૂંટાયેલ ડીરેકટર રફીક ભાઇ બાંડી પર ભૂતકાળમાં અયોગ્ય વ્યક્તિને લૉન આપવાના આરોપસર બરતરફ કરવામાં આવ્યા હતા .

આ નિર્ણય ના વિરોધમાં રફીક ભાઇ બાંડી ટ્રીબ્યુનલમાં પડકારતા તેમની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ દ્રારા ટ્રીબ્યુનલ આદેશ ને પડકારવામાં આવ્યો હતો . જોકે હાઇ કોર્ટે ટ્રીબ્યુનલનો ચુકાદો યથાવત રાખ્યો હતો . જેથી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ દ્રારા હાઈકોર્ટ ના ચુકાદા ને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે પણ નીચલી તમામ કોર્ટો ચુકાદાઓ ને યથાવત રાખ્યો છે.

આ ચુકાદો હવે સહકારી સંસ્થાઓ માટે સીમાચિહ્ન રૂપ.બન્યો છે . જે આવનારા સમય દરમિયાન ચૂટાયેલ તમામ ડિરેક્ટર્સ ની યોગ્ય કારણ વગર ની બરતરફી સામે ટાંકી શકાશે આ ચુકાદાથી એક બાજુ જૂની પેનલમાં ખુશીનો માહોલ.છવાયો છે તો બીજી બાજુ સત્તાધારી પેનલ હવે કયા પગલાં લેશે તેની તરફ સૌની મીટ મંડાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!