38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : બાયડના શ્રીજી દાદા કોમ્પ્લેક્ષ નજીક ઉભી મહાકાય લોંખડની સીડી ધરાશાયી...

અરવલ્લી : બાયડના શ્રીજી દાદા કોમ્પ્લેક્ષ નજીક ઉભી મહાકાય લોંખડની સીડી ધરાશાયી થતા યુવક નીચે દટાયો,જુઓ CCTV Video

0
162

અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં નાટકીય રીતે બદલાવ સતત જોવા મળી રહ્યો છે ગત રોજ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા બાયડ માર્કેટયાર્ડ નજીક આવેલ શ્રીજી દાદા કોમ્પ્લેક્ષ નજીક મુકવામાં આવેલ મહાકાય લોંખડની સીડી ધરાશયી થઇ યુવક પર પડતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા લોકો તાબડતોડ યુવકને સીડી નીચેથી કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવી ફૂટેજ વાયુવેગે સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા

બાયડના માર્કેટયાર્ડ નજીક આવેલ શ્રીજી દાદા કોમ્પ્લેક્ષમાં બે કે ત્રણ દિવસ નજીક કોમ્પ્લેક્ષ નજીક મુકેલ લોંખડની મહાકાય સીડી ભારે પવનના કારણે પડતા કોમ્પ્લેક્ષમાં કારને પાર્કિંગ કરાવતા યુવક પર પડતા ભારે અફડાતફડી મચી હતી લોંખડની સીડી ધડામ લઈને જમીન પર પડતા કોમ્પ્લેક્ષમાં રહેલી દુકાનોમાંથી વેપારીઓ બહાર દોડી આવ્યા હતા અને સીડી નીચે દબાયેલ યુવકને બહાર કાઢી તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયો હતો હાલ તો સમગ્ર મામલે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે જો કે આ અંગે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!