33 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : મોડાસાની બી-કનાઈ પ્રિ.પ્રાઈમરી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સમર કેમ્પ યોજાયો,બાળકોમાં અનેરો ઉત્સાહ


મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી-કનાઈ પ્રિ-પ્રાઈમરી શાળા દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હાલના યુગમાં બાળકો યુવા વડીલો સૌકોઈ મોબાઈલમાં ઓતપ્રોત રહે છે બાળકો પરંપરાગત રમત ભૂલી મોબાઈલમાં વિવિધ ગેમના વ્યસનમાં ડૂબી જતા પરંપરાગત રમતો વિસરાઈ ચુકી છે

Advertisement

મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહના જણાવ્યા અનુસાર ,હાલ શૈક્ષણિક કાર્ય બંધ થતાં વિદ્યાર્થીઓ માટે વેકેશનનો સમય ચાલી રહ્યો છે આ વચ્ચે બાળકોને વિસરાઈ ગયેલી રમતો તેમજ અન્ય ઉપયોગી કામગીરી અંગે વાકેફ કરવા માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે,, મોડાસાની બીકનઈ સ્કૂલના નાના ભૂલકાઓ માટે સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકો માટે માટીના વાસણો કેવા હોય છે, ઈનડોર આઉટ ડોર ગેમ સહિત મ્યુઝિક, માટીકામ,મેથ્સ પઝલ સહિતની અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Advertisement

બી-કનાઈ પ્રિ-પ્રાઈમરી શાળાના પ્રિન્સિપાલ સોનલ ભાવસાર અને શિક્ષિકા બહેનોએ સોનીધ્યમાં યોજાયેલ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકોને ઉંટલારીની સવારી અને ફાયરલેસ કુકીંગની મજા માણી હતી સમરકેમ્પની મુલાકાત મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ,મંત્રી નીખિલભાઈ શાહ,સહીત ટ્રસ્ટીઓ અને કેમ્પસ ડાયરેક્ટર જે.પી.ઉપાધ્યાય લઇ સ્ટાફ અને સમર કેમ્પના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!