33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines MLA ધવલસિંહ ઝાલા : 108 સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજી દેશમાં સમાનતાનો...

MLA ધવલસિંહ ઝાલા : 108 સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજી દેશમાં સમાનતાનો સંદેશ આપ્યો,હજ્જારો લોકોના 108 યુગલોને આશીર્વાદ

0
444

 

બાયડના ધારાસભ્ય અને અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધવલસિંહ ઝાલાએ રડોદારા મુકામે યોજેલ 108 સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજી સમગ્ર દેશ સહીત ગુજરાતમાં સમાનતાના દર્શન કરાવ્યા હતા 108 નવ યુગલ દંપતિને આશીર્વાદ આપવા સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ નેતાઓ મંત્રીઓ પહોંચ્યા હતા રડોદારા ખાતે યોજાયેલ 108 સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં હજ્જારોની સંખ્યામાં જનમેદની નવ યુગલોનો ઉત્સાહ વધાર્યો હતો ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને તેમની ટીમ સાથે સેવાકીય સંસ્થાઓ ખડેપગે નિશ્વાર્થ ભાવે સેવા આપી હતી 30 હજારથી વધુ મેદની વચ્ચે સમુહલગ્નના સુચારૂ આયોજન અંગે લોકોએ ભારે સરાહના કરી હતી

અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા 108 સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન રવિવારે સાંજના સુમારે રડોદારા મુકામે યોજાયા હતા જેમાં નવ યુગલ દંપતીને આશીર્વાદ આપવા માટે ભાજપના સંગઠન મંત્રી રત્નાકરજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી ભીખુસિંહ પરમાર, બચુભાઈ ખાબડ, અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહીત મંત્રી અને 25 થી વધુ ધારાસભ્ય અને જીલ્લા ભાજપ સંગઠનના અગ્રણીઓએ પ્રભુતાના પગલાં પાડનાર 108 નવ યુગલ દંપતીને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહલગ્નમાં હજ્જારો લોકો ઉપસ્થિત રહ્યા હતા 30 હજારથી વધુ લોકોએ સમૂહ ભોજન સમારંભનો લાભ લીધો હતો 108 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં, જેમાં કન્યાઓને કન્યાદાન પણ સેવાભાવી લોકોએ ઉદાર હાથે આપીને માનવતાની મહેક પ્રસરાવી હતી સમગ્ર સમૂહલગ્નમાં 1500 જેટલા યુવાનોએ ખડેપગે સેવા આપી હતી


બાયડના ધારાસભ્ય અને અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધવલસિંહ ઝાલા અને તેમની ટીમે 108 સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન માટે છેલ્લા બે મહિનાથી દિવસ-રાત મહેનત કરી હતી ભાજપના શીર્ષ નેતૃત્વ અને સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકોએ ભારે સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!