36 C
Ahmedabad
Sunday, May 5, 2024

Exclusive અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો, ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો પર તવાઈ, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત


અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન વહન કરીને સરકારને ચુનો લગાડતા ખનીજ ચોરો સામે કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 12 જેટલા વાહનો જપ્ત કરીને અંદાજે 3 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ખનીજ ચોરી તેમજ ગેરકાયદે ખનીજનું વહન કરતા વાહનો પસાર થતાં હોય છે, આ વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આવા વાહનો પકડવાની કાર્યવાહી કરી છે. મોડાસા તાલુકાના ગડાદર નજીકથી બે ડંપર રોયલ્ટી કરતા વધારે ખનીજ લઈ જતાં ડંપર પકડી પાડીને અંદાજે 2.5 લાખ રૂપિયાનો દંડ વસૂલવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

બીજી બાજુ ખાણ ખનીજ વિભાગે અણિયોર રોડ પરથી જળ સંચય ના કામગીરીમાં લાગેલા 5 ડંપર અને 1 હિટાચી મશિન પકડ્યા છે, ખાણ ખનીજ વિભાગને માહિતી આપવામાં આવી હતી કે, જળ સંચય અંતર્ગત ખોટી રીતે કામકાજ થાય છે, જેને લઇને ટીમ પહોંચી હતી અને આ વાહનોને પકડ્યા છે અને ખાણ ખનીજ વિભાગે ખરાઈ કરવા માટે કાર્યવાહી કરી છે જો જળસંચય અંતર્ગત ખોટું કામ ચાલતું હશે તો દંડ વસૂલવા સહિતની તજવીજ હાથ ધરશે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

Advertisement

અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગે છેલ્લા ત્રણ દિવસમાં 12 જેટલા વાહનો પકડી પાડીને અંદાજે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં વાહનો કે, જેઓ સરકારને ચુનો લગાડી રહ્યા છે, આવા વાહનો પર ખનીજ વિભાગની નજર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!