37 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : SOG પોલીસ પર નાની ભુવાલના પઠાણ પરિવારનો હુમલો , SOG પોલીસે હુમલાખોર પિતા-પુત્રને દબોચી જેલ પાછળ ધકેલી દીધા


હું જ શાહબાઝખાન સલીમખાન પઠાણ છું..મારુ શું તોડી લેશો કહી SOG પોલીસકર્મી દિલીપ પટેલની ફેટ પકડી હુમલો કર્યો

Advertisement

ગુજરાતમાં ખાખી વર્દીનો ખોફ ધીરેધીરે ઓસરી રહ્યો હોય તેમ સતત પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વો હુમલો કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસ હથિયારનો પરવાનો ચેક કરવા નાની ભુવાલ ગામના પઠાણ પરિવાર પાસે જતા પરિવારના બે પુરુષ અને બે મહિલા ઉશ્કેરાઈ જઈ બિભસ્ત ગાળો બોલી લાકડી વડે હુમલો કરતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસ પર હુમલો કરનાર પિતા-પુત્રને એસઓજી પોલીસે દબોચી લીધા હતા બંને મહિલાઓ ફરાર થઇ જતા મેઘરજ પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસની ટીમ મેઘરજના નાની ભુવાલ ગામના અમીનખાન હજૂરખાન પઠાણ પાસે હથિયારનો પરવાનો હોવાથી ચેક કરવા પહોંચતા અમીનખાનના ઘરે પરવાનેદારના પુત્ર આલમખાન અમીનખાન પઠાણ તેનો પૌત્ર શાહબાઝખાન આલમખાન પઠાણ,ફરજનાબેન આલમખાન પઠાણ અને હાજરાબેન જાહીદખાન પઠાણ
ઘરે હોવાથી પોલીસે પૂછપરછ કરી પરવાનો ચેક કરવાનું જણાવી શાહબાઝખાન અલમખાન પઠાણનું આધારકાર્ડ માંગતા શાબાઝખાન પઠાણ ઉશ્કેરાઈ ગયો હતો અને તું કોણ આધારકાર્ડ માંગવા વાળો કહી પોલીસકર્મીની ફેટ પકડી લેતા અને અન્ય કર્મીઓને બિભસ્ત ગાળો બોલી લાકડાની ખોડી લઇ જયેશભાઇ પોલીસકર્મી પર હુમલો કરવાની સાથે હાજર બંને મહિલાઓએ પોલીસકર્મીઓ પર પથ્થર મારો કરતા પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી હતી અચાનક હુમલો થતા પોલીસ પણ ડરી ગઈ હતી પોલીસે હુમલો કરનાર પિતા-પુત્રને દબોચી લઇ પોલીસજીપમાં મેઘરજ પોલીસને સોંપી દીધા હતા

Advertisement

મેઘરજ પોલીસે એસઓજી પોલીસ કોન્સટેબલ જયેશભાઇ લાલાભાઇની ફરિયાદના આધારે 1)આલમખાન અમીનખાન પઠાણ,2) શાહબાઝખાન આલમખાન પઠાણ,3)ફરજનાબેન આલમખાન પઠાણ અને 4)હાજરાબેન જાહીદખાન પઠાણ (તમામ ચારે રહે,નાની ભુવાલ) વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!