મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજ 25 મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ સંસ્કૃત પાઠશાળામાં યોજાયો હતો જેમાં સમારંભના મુખ્ય મહેમાન હસમુખભાઈ પંડ્યા પૂર્વ પ્રમુખ અ.હિ.ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ, અતિથી વિશેષ ડો.યોગેશભાઈ ઉપાધ્યાય ,ડો.જે.બી સોમપુરા,રાકેશભાઈ જોષી અને લાભશંકર શાસ્ત્રીજી ઉપસ્થિત રહી આશિર્વચન આપ્યા હતા.
મોડાસા માલપુર બાયડ ધંબોલા અમદાવાદ અને હિંમતનગરના 15 બટુકોએ ઉપનયન સંસ્કાર ધારણ કર્યા હતા આ પ્રસંગે લિંભોઈ ના વતની અને ગુજરાત હાઈકોર્ટ ના જજ શ્રી દિવ્યેશભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજના દાતાશ્રીઓ દ્વારા સૌ બટુકો ને ભેટસોગાદ અર્પણ કરાઈ હતી તેમજ સૌ બટુકો ને આશિર્વચન આપ્યા હતા. શ્રી મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજના સૌ અગ્રણીઓ મુકેશભાઈ ભટ્ટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પ્રદીપભાઈ ઉપાધ્યાય કેતનભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ જોષી, હર્ષદભાઈ ઉપાધ્યાય મયંકભાઈ ભટ્ટ અને કારોબારી સમિતી ના સૌ કાર્યકરો એ ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ. પ્રમુખે દાતા અને જ્ઞાતિજનો અને બટુકો ના પરિવારજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.





