31.8 C
Gujarat
Saturday, September 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના બાલાજી કોમ્પ્લેક્ષમાં પેરાફીટ પડતા કાર દટાઈ, મોટી દુર્ઘટના ટળી

અરવલ્લી: મોડાસાના બાલાજી કોમ્પ્લેક્ષમાં પેરાફીટ પડતા કાર દટાઈ, મોટી દુર્ઘટના ટળી

0

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હોય તેવું લાગે છે. ઠેર ઠેર વૃક્ષો, હોર્ડિંગ્સ તેમજ જર્જરિત દિવાલો પડી જોવાની ઘટનાઓ સામે આવી રહી છે. રવિવારના દિવસે મોડી રાત્રે વાવાઝોડથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાના સમયારો સામે આવી રહ્યા છે તો મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.

મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં આવેલા બાલાજી કોમ્પ્લેક્ષમાં પેરાફીટ પડી જવાથી કાર પડ પડી હતી, જેને લઇને કારનો ભૂક્કો બોલી ગયો હતો. કાર પર પેરાફીટ પડવાને કારણે મોટો અવાજ થયો હતો. રાત્રીના સમયે બનેલી આ ઘટના સવારે જોતા પેરાફીટ કાર પર પડી હતી, જેને લઇને કારને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લામાં 28 મે ના રોજ મોડી રાત્રે વાવાઝોડુ ફૂંકાયું હતું, ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!