મેઘરજ-ભિલોડા પંથકમાં કાચા મકાનો અને લારી-ગલ્લાને ભારે નુકસાન થવાની સાથે કેરીઓ ખરી પડતા ખેડૂતોના મોં માં આવેલ કોળિયો છીનવાયો
Advertisement
હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરી હતી ત્યારે રવિવારે રાત્રીના સુમારે અરવલ્લી જીલ્લામાં મીની વાવાઝોડું ત્રાટકતા ભારે તબાહી સર્જી છે ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોની છત ઉડી જવાની સાથે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા ખેડૂતો સહીત પ્રજાજનો માટે મીની વાવાઝોડું આફતરૂપી સાબિત થયું છે મેઘરજના ખોખરીયા ગામે વીજળી પડવાથી લક્ષ્મણ ભાઈ ની ભેંસનુ મોત થતા ટીડીઓએ સહાય ચૂકવવા તંત્રને પત્ર લખ્યો છે
અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર લખી વાવાઝોડાની સાથે ત્રાટકેલ ભારે વરસાદના પગલે ભિલોડા,શામળાજી, મેઘરજ, માલપુર સહીત જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કાચા મકાનોના નળિયા-પતરા ઉડી જવાની સાથે લારી-ગલ્લા વાળાઓને પારવાર નુકસાન થયું છે અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર વીજ પોલ ધરાશયી થતા લોકો કુદરતી આફતનો ભોગ બનતા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારોને સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી
ભિલોડા-મેઘરજ પંથકમાં અનેક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાતા લોકો અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે અંતરિયાળ વિસ્તારોમાં બે થી ત્રણ દિવસ વીજળીથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે વીજતંત્ર ખડેપગે સમારકામ હાથધર્યું છે