37 C
Ahmedabad
Friday, April 26, 2024

વાવાઝોડાએ અરવલ્લી જિલ્લાને બાનમાં લીધુ, આગાહી હોવા છતાં હોર્ડિંગ્સ નહીં ઉતારાયા, જોખમી વૃક્ષો ધરાશાયી


હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી, જેને અસર 28 મે, 2023 ના રોજ રવિવારના દિવસે મોડી રાત્રે જોવા મળી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડુ ફૂંકાયું હતું, ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Advertisement

Advertisement

ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે ઠેર ઠેર હોર્ડિંગ્સ પડી જવાની ઘટનાઓ ઘટી હતી. વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા હતા. રાત્રીના સમયે પવન ફૂંકાવાને કારણે વીજળી ગૂલ થઈ હતી તો બીજી બાજુ તાશના પત્તાની જેમ પતરા હવામાં ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હોવા છતાં તંત્રની બેદરકારી અહીં સ્પષ્ટ જોવા મળી હોય તેવું લાગ્યું. રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા, જોખમી વૃક્ષો હોવા છતાં કોઈ વિભાગે આ બાબતે ધ્યાન ન દોર્યું હોય તેવું લાગ્યું તો બીજી બાજુ મોડાસા સહિત અલગ અલગ વિસ્તારોમાં વિશાળકાય હોર્ડિંગ્સ પણ તાશના પત્તાની જેમ ઉડી ગયા. એટલું જ નહીં મોડાસાના હંગામી બસ સ્ટેશન નજીક નગર પાલિકા શોપિંગ સેન્ટર ઉપર લગાવેલ હોર્ડિંગ્સ પડી જવાથી ત્રણ વીજ પોલ ધરાશાયી થયા હતા. રાત્રીનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવા છતાં આવા હોર્ડિંગ્સ કેમ કોઈએ ન ઉતાર્યા તે પણ એક સવાલ છે. આવું વાવાઝોડું જો દિવસ દરમિયાન ફૂંકાયું હોત અને કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ થાત તે એક સવાલ છે.

Advertisement

મોડાસા શહેરના માલપુર રોડ તેમજ કોલેજ રોડ વિસ્તારમાં પણ એક એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!