37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ માતા-પિતાને હતું કે, ‘દીકરી પોલેન્ડ નોકરી કરે છે’, પણ વાસ્તવમાં નડિયાદની ઓરડીમાં...

માતા-પિતાને હતું કે, ‘દીકરી પોલેન્ડ નોકરી કરે છે’, પણ વાસ્તવમાં નડિયાદની ઓરડીમાં 4 માસ સુધી હવસનો શિકાર બનતી રહી

0
203

સોશિયલ મીડિયાના માધ્યમથી નર્સિંગ ભણેલી નડિયાદની યુવતીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવ્યાનો લવ જેહાદનો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે.

યાસર નામના યુવકે યુવતીને કહ્યું હતું કે, તું તારા માતા-પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહીં 5 લાખ લઈ આવ પછી આપણે બંને દુબઈ જઈ લગ્ન કરી લઈશું. પ્રેમમાં અંધ યુવતી 5 લાખ લઈ આવી પછી યુવકે યુવતીને એકલી દુબઈ મોકલી દીધી અને દેહવેપાર ચાલે તેવી હોટેલમાં ઉતારો આપ્યો હતો. પોલીસે કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ભારતીય વેઈટરે યુવતીને અહીંથી તાત્કાલિક નીકળી જવાનું કહેતાં યુવતી ત્યાંથી ભાગી 15 દિવસ ભટકતી રહી હતી, યુવકે દુબઈ જવાનો વાયદો કર્યો હતો પરંતુ તે ગયો નહીં પરંતુ યુવતીએ ગમે તેમ કરી પોતાને પરત લઈ જવાનું કહેતાં યુવકે ટિકિટ મોકલી તેને ભારત બોલાવી લીધી હતી.

યુવતીના માતા પિતાને એવું હતું કે, દીકરી પોલેન્ડ છે પણ અહીં ચાર માસ સુધી એક રૂમમાં ગોંધી રાખી ને યુવતી વિધર્મી યુવકના હવસનો શિકાર બનતી રહી હતી. શારિરીક અને માનસિક ત્રાસ અસહ્ય બનતાં યુવતીએ પોતાના માતા પિતાનો સંપર્ક કરી સત્ય જણાવવાની હિંમત કરી અને હેવાનિયતની હદ વટાવતો લવ જેહાદનો કિસ્સો ગુરુવારે સાંજે પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે બેનકાબ થયો છે. આખરે પોલીસે વિધર્મી પરિવારના 8, મદદગારી કરનાર 2 મળી કુલ 10 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાની માતા જ્યાં નોકરી કરતી હતી તે હોસ્પિટલ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવક યાસરખાન પઠાણની નજર આ યુવતી પર બગડી હતી. યાસરે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેણી સાથે મિત્રતા કેળવી હતી અને ફક્ત 3 દિવસમાં તેણીને આણંદની એક કોફી શોપમાં મળવા બોલાવી હતી. જે બાદ તેને પ્રેમજાળમાં ભોળવી વાત વાતમાં તેણીને વિદેશ જવાની ઘેલછા હોવાનું જાણી લીધું હતું. ‘હુ તારી સાથે લગ્ન કરીશ અને તને વિદેશ લઈ જઇશ’ તેમ કહી યાસરે તેણીનું મન જીતી લીધુ હતુ અને બસ ત્યારબાદ જુદા જુદા સ્થળો પર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘરેથી 5 લાખ લાવી આવવાનું કહ્યું લગભગ દોઢ વર્ષ સુધી યુવતી સાથે સંબંધ રાખી ગોળ ગોળ ફેરવી, પરંતુ જ્યારે યુવતીએ વિદેશ જવા જીદ પકડી ત્યારે યાસરે યુવતીને કહ્યું કે, તારા માતા પિતાને પોલેન્ડના ડુપ્લીકેટ વીઝાની ફોટો કોપી બતાવી 5 લાખ ઘરેથી લઈ આવ, પછી આપણે બંને દુબઈ ચાલ્યા જઈશું. યાસરના કહેવા પ્રમાણે યુવતીએ પોતાના પરિવાર પાસેથી રૂ.5 લાખ લઈ લીધા અને ત્યાર બાદ યાસરે પીડિતાને એકલી દુબઈ મોકલી દીધી અને પોતે 2 દિવસમાં આવી જશે તેવો ખોટો વાયદો કર્યો હતો. મકાનમાં ગોંધી પરિવારજનોએ અસહ્ય ત્રાસ આપ્યો હતો. પીડિતા જ્યારે દુબઈથી જેમ તેમ કરીને પાછી ફરી ત્યારે યાસર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે મળી યુવતીને રણમુકતેશ્વર સોસાયટીના એક મકાનમાં ગોંધી રાખી. આ દરમિયાન યાસર અને તેના પરિવારે મળી યુવતી પર શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યો. આખરે તેણી પોલીસ સ્ટેશન પહોંચી જ્યા યાશર પઠાણ સહિત 8 પરિવારજનો અને સમગ્ર ગુનામાં મદદગારી કરનાર અન્ય 2 મળી કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પરિવારે યુવક ગુમ થયાની પેપરમાં જાહેરાત આપી યુવતીને સાચવવી મુશ્કેલ જણાતા યાસર અને તેના પરિવારે યુક્તિપૂર્વક ખેલ રચ્યો. યાસર કહ્યામાં નથી, તેની સાથે પરિવારને કોઈ લેવાદેવા નથી. તે બાબતની પેપરમાં જાહેરાત છપાવી, તેને ગુમ કરી દેવામાં આવ્યો. જે બાદ આજદીન સુધી યાસર ક્યા છે, તેની યુવતીને જાણ નથી. પઠાણ પરિવારને ત્યાં યુવતી તપાસ કરવા ગઈ તો પરિવારે તેને ધક્કા મારી કાઢી મૂકી, આખરે પોતાનું જીવન ઝેર થઈ ગયાનું માલુમ થતાં યુવતીએ પરિવારને સમગ્ર હકીકતની જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 8ની ધરપકડ કરી જેલમાં ધકેલ્યાં પકડાયેલાં આરોપીઓ 1. જાબીર પઠાણ 2. ફૈઝલ પઠાણ 3. શહેનાઝ પઠાણ 4.સુરૈયા પઠાણ 5. ફરદીન સૈયદ 6. ફરીદાબાનું મલેક 7. નદીમ મલેક 8. જય કદમ નડિયાદની યુવતી સાથે બનેલ લવ જેહાદની ઘટનામાં ઘટનાની ગંભીરતા જોતા પોલીસે રાતોરાત ફરિયાદ દાખલ કરી 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમામને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે.

યુવતીએ બૂમાબૂમ કરતાં યુવકના પિતા અને ભાઈની દાનત બર ન આવી યુવતીને છેવટ સુધી યાસર પર વિશ્વાસ હતો. દુબઈથી પરત આવતા જ તે યાસરની સાથે નડિયાદ આવી હતી. એ પછી યાસરે 1 દિવસ તેને એક હોટલમાં રાખી, જે દરમિયાન ભાડાનું ઘર રાખી યુવતીને ત્યાં શિફ્ટ કરી દીધી. અન્ય પરિવારજનોએ મળી યુવતીને ફરજિયાત બુરખો પહેરવાનો, નમાજ પઢવાની, કલમા પઢાવાની ફરજ પડાઈ. જ્યારે યાસર ઘરેથી બહાર જતો ત્યારે ઘરની બહાર તાળું મારીને જતો. જેની ગેરહાજરીમાં તેના પિતા જામીરખાન અને ભાઈ ફૈઝલે ઘરે આવવાનું શરૂ કર્યું હતું. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા તેની ઈજ્જત સચવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!