30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : SP શૈફાલી બારવાલે બદલીનો ગંજીપો ચીપ્યો, 2 PI અને 13...

અરવલ્લી : SP શૈફાલી બારવાલે બદલીનો ગંજીપો ચીપ્યો, 2 PI અને 13 PSIની આંતરિક બદલી,કોને ક્યાં મુકાયા વાંચો,વધુ ઉલટફેર થશે..!!

0
250

 

સ્વચ્છ છબી ધરાવતા અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે વધુ એકવાર પોલીસ અધિકારીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો સીલસીલો યથાવત રહ્યો છે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેકટર અને 13 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો ગંજીપો ચીપ્યો હતો હજુ પણ જીલ્લા પોલીસતંત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચન પણ કરવામાં આવ્યું છે

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે વહીવટી કારણોસર પોલીસ અધિકારીઓનો બદલીનો આદેશ કરતા ભારે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે જેમાં માલપુર પીઆઈ એમ.જે.ચૌધરીને એ.એચ.ટી.યુ, પીઆઇ એમ.ડી.પંચાલને એ.એચ.ટી,યુ માંથી મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી જયારે 13 PSIની બદલીમાં ભિલોડાના એચ.ડી.સેલારને મહિલા પોલીસ સ્ટેશનમાં , પેરોલ ફર્લોના બી.કે.ભુનાતરને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશનના વી.વી.પટેલને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,લિવ રિઝર્વમાં રહેલા આર.બી.રાજપૂતને સાઠંબા પોલીસ સ્ટેશન,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.પી.ડાભીને માલપુર સેકન્ડ પીએસઆઈ,માલપુરના એમ.જે.પટેલને ધનસુરા પોલીસ સ્ટેશનમાં,ટીંટોઈ પોલીસ સ્ટેશનના કે.આઈ.દરજીને ઇસરી પોલીસ સ્ટેશન,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એ.પટેલીયાને બાયડ પોલીસ સ્ટેશનમાં,મહિલા પોલીસ સ્ટેશનના બી.બી.ડાભાણીને ભિલોડા પોલીસ સ્ટેશન,આંબલીયારા પોલીસ સ્ટેશનના એસ.ડી.માળીને માલપુર પોલીસ સ્ટેશન,સાઠબા પોલીસ સ્ટેશનના આઈ.એસ.પરમારને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન,ઇસરી પોલીસ સ્ટેશનના વી.એસ.દેસાઈને પેરોલ ફર્લો અને બાયડ પોલીસ સ્ટેશનના જે.કે.જેતવાતની આંબલીયારા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!