19 C
Ahmedabad
Tuesday, November 28, 2023

અરવલ્લી : ઇસરી પોલીસ સ્ટેશનનું નવનિર્માણ ક્યારે…?? 12 વર્ષથી ક્વાટર્સમાં જ પોલીસ સ્ટેશનનું કામકાજ હંકારે રાખ્યું છે


કયારે બનશે નવીન પોલિસ સ્ટેશન…? બે વાર ઇસરી પંચાયત દ્વારા જમીન ફળવાઈ, છતાં પણ ઇસરી પોલિસ સ્ટેશન છેલ્લા 12 વર્ષથી ક્વાટર્સમાં ચાલે છે

Advertisement

છેલ્લા દસ વર્ષ થી સરકાર દ્વારા હાલ કોમોના વિકાસ ની લ્હાણી લાગી છે પણ જ્યાં વિકાસ ના કામો થયાં ત્યાં થયાં પણ હજુ કેટલાક વિસ્તારમાં એવા કામો બાકી છે જ્યાં હજુ સુધી વિકાસ કેમ પોંહચતો નથી તે સવાલ ઉભો છે, ત્યારે પ્રજાના રક્ષણ માટે ગુજરાતમાં પોલિસ કર્મીઓ ને તૈનાત કરવામાં આવે છે અને કેટલાય વિસ્તારમા અતિ આધુનિક નવીન પોલિસ સ્ટેશન કાર્યરત છે પણ આજે એક એવા પોલિસ સ્ટેશનની વાત કરીશું કે છેલ્લા 12 વર્ષથી પોલિસ સ્ટેશન માત્ર ક્વાટર્સમાં ચાલી રહ્યું છે

Advertisement

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં રાજેસ્થાન ની બોડર પર આવેલું ઇસરી પોલિસ સ્ટેશન જેનો દરજ્જો ઇડર સ્ટેટ વખતનો મળેલ છે જે પહેલા આઉટ પોસ્ટ તરીકે કાર્યરત હતું અને છેલ્લા 12 વર્ષથી થી પોલિસ સ્ટેશન નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે છતાં આજે આ પોલિસ સ્ટેશન માત્ર ક્વાટર્સમાં જ ચાલે છે નવીન પોલિસ સ્ટેશન માટે ઇસરી પંચાયત દ્વારા બે વાર જમીન ફાળવવામાં આવી જેમાં પહેલા પંચાયત ના સર્વે નંબર 772 માં જમીન ફરવાઈ પરંતુ જમીન ઓછી પડતા ફરીથી સર્વ નંબર 782 ફરવાયો આમ છતાં બે વાર જમીન ની ફાળવણી કરાઈ છે છતાં પોલિસ સ્ટેશન કેમ નથી બનતું એ સવાલ ઉભો છે ત્યારે આ બાબતે ગામના આગેવાનો તેમજ અગ્રણીઓ એ ગાંધીનગર જઈને રજુઆત કરી છે છતાં હજુ સુધી ઇસરી પોલિસ સ્ટેશન નવીન મકાન માટે જંખી રહ્યું છે

Advertisement

ઇસરી પોલિસ સ્ટેશન ની વાત કરીયે તો હાલ 70 થી વધુ ગામનો સમાવેશ ઇસરી પોલિસ સ્ટેશનમાં છે, 35 થી વધુનો સ્ટાફ હાલ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યો છે પરંતુ નવાઈ ની વાત એ છે કે ઇસરી પોલિસ સ્ટેશન નો દરજ્જો પ્રાપ્ત થયો હોવા છતાં હજુ સુધી નવીન પોલિસ સ્ટેશન નથી બની રહ્યું ત્યારે આ બાબતે ક્યાં ને ક્યાંક વહીવટી તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓ નુ જાણે ધ્યાન ન હોય તેવું હાલ તો ઇસરી પોલિસ સ્ટેશન જોઈને લોકોમાં ચર્ચા જામી છે બીજી બાજુ પંચાયત દ્વારા પણ બે વખત જમીન આપવામાં આવી છતાં કેમ પોલિસ સ્ટેશન નથી બનતું તે સવાલ ઉભો થયો છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર જાગે અને ઝડપથી નવીન પોલિસ સ્ટેશન બને તેવી સ્થાનિકો ની માંગ સેવાઈ રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!