સ્વચ્છ છબી ધરાવતા અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે વધુ એકવાર પોલીસ અધિકારીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો સીલસીલો યથાવત રહ્યો છે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેકટર અને 13 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો ગંજીપો ચીપ્યો હતો હજુ પણ જીલ્લા પોલીસતંત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચન પણ કરવામાં આવ્યું છે
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે વહીવટી કારણોસર પોલીસ અધિકારીઓનો બદલીનો આદેશ કરતા ભારે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે જેમાં માલપુર પીઆઈ એમ.જે.ચૌધરીને એ.એચ.ટી.યુ, પીઆઇ એમ.ડી.પંચાલને એ.એચ.ટી,યુ માંથી મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી જયારે 13 PSIની બદલીમાં ભિલોડાના એચ.ડી.સેલારને મહિલા પોલીસ સ્ટેશનમાં , પેરોલ ફર્લોના બી.કે.ભુનાતરને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશનના વી.વી.પટેલને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,લિવ રિઝર્વમાં રહેલા આર.બી.રાજપૂતને સાઠંબા પોલીસ સ્ટેશન,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.પી.ડાભીને માલપુર સેકન્ડ પીએસઆઈ,માલપુરના એમ.જે.પટેલને ધનસુરા પોલીસ સ્ટેશનમાં,ટીંટોઈ પોલીસ સ્ટેશનના કે.આઈ.દરજીને ઇસરી પોલીસ સ્ટેશન,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એ.પટેલીયાને બાયડ પોલીસ સ્ટેશનમાં,મહિલા પોલીસ સ્ટેશનના બી.બી.ડાભાણીને ભિલોડા પોલીસ સ્ટેશન,આંબલીયારા પોલીસ સ્ટેશનના એસ.ડી.માળીને માલપુર પોલીસ સ્ટેશન,સાઠબા પોલીસ સ્ટેશનના આઈ.એસ.પરમારને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન,ઇસરી પોલીસ સ્ટેશનના વી.એસ.દેસાઈને પેરોલ ફર્લો અને બાયડ પોલીસ સ્ટેશનના જે.કે.જેતવાતની આંબલીયારા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે