27.9 C
Gujarat
Monday, August 31, 2026
Home ગુજરાત અરવલ્લી : રસોઈઓ તેના ત્યાં કામ કરતી મહિલાના પ્રેમમાં પત્નીને તરછોડી દેતા...

અરવલ્લી : રસોઈઓ તેના ત્યાં કામ કરતી મહિલાના પ્રેમમાં પત્નીને તરછોડી દેતા 181 મહિલા હેલ્પલાઈનની મદદ લેતા પતિ પરત આવ્યો

0

 

 

અરવલ્લી જિલ્લા મહિલા હેલ્પલાઇન 181 ની ટીમ પર પીડીત મહિલાનો કોલ આવતા પીડીતા એ જણાવ્યું હતું કે તેમના પતિનો કોઈ અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી તેઓ ત્રણ દિવસથી ભાગી ગયેલ છે તેમજ અન્ય વ્યક્તિઓ તેમના ઘરે આવીને તે બાબતે ઝઘડા કરે છે.

સમગ્ર ઘટના જાણીને મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ ઉપર પહોંચી જ્યાં સ્થળ ઉપર પહોંચતા અન્ય વ્યક્તિઓ પીડિતા બહેનને હેરાન કરી રહ્યા હતા ત્યારે મહિલા અભયમની ટીમે પીડિતા બહેનનું યોગ્ય કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના પતિ રસોઈયા છે તેમજ ત્યાં તેમની સાથે કામ કરતા બહેન સાથે બે વર્ષથી સંબંધમાં છે જે બાબતે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ક્યાંક ભાગી ગયા છે. આ બાબતની જાણ સામેના પક્ષને થતા આ પીડીત બહેનને ધમકી આપતાં હતા.આથી મહિલા અભયમનની ટીમના કાઉન્સિલરે સામે પક્ષના વ્યક્તિઓ સાથે વાતચીત કરી તેમનું પણ યોગ્ય કાઉન્સિલિંગ કરીને યોગ્ય સમાધાન કરાવીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આમ પીડિત મહિલાને વારે અરવલ્લી મહિલા 181 અભયમ ટીમ આવી. ત્યારબાદ પીડિતાબેહેનને કાયદાકિય તેમજ પોલીસ સ્ટેશનની માહિતી આપી હતી .અને જરૂર પડે તો 181 ની ફરીથી મદદ લેવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!