ચોર લૂંટારુઓ માટે ગામના મંદિરો ચોરી માટે હંમેશા સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે ચોર ટોળકીને ભગવાનનો સહેજ પણ ડર ના લાગતો હોય તેમ મંદિરોમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં મંદિરમાં ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે ભિલોડા તાલુકાના ધનસોર ગામના ધરતી માતા અને અંબે માતા મંદિરમાં ચોરી કરવા પહોંચેલ ગામનાજ ચોરને ભિલોડા પોલીસે ગ્રામજનોની સતર્કતાથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ભિલોડા તાલુકાના ધનસોર ગામના અંબે માતાના મંદિરમાં રાત્રીના સુમારે મંદિરનો લોંખડનો પ્રવેશદ્વાર તોડી ચોર ત્રાટકી મંદિરમાં રહેલી દાન પેટીમાં ચોરીનો પ્રયાસ કરતા મંદિરમાં ચોર હોવાની લોકોને જાણ થતા તાબડતોડ મંદિરમાં દોડી આવી ઝડપી લઇ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી મંદિરમાં ચોરી કરતા ગામના નરેશ નાનજી ચોલવિયાને દબોચી લઇ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ધરતીમાતા મંદિરમાં દાન પેટી તોડી તેને ચોરી કરી લીધી હોવાની કબૂલાત કરી લીધી હતી પોલીસે આરોપી પાસેથી રૂ.2670/- જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો