27.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ અરવલ્લીઃ સાઠંબા વિજ મથકની પાછળ જુગારની ચોપાટ જમાવીને બેઠેલા ત્રણ શકુનિઓમાંથી એક...

અરવલ્લીઃ સાઠંબા વિજ મથકની પાછળ જુગારની ચોપાટ જમાવીને બેઠેલા ત્રણ શકુનિઓમાંથી એક ઝડપાયો બે ફરાર

0

સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલે સૂચના આપ્યા બાદ સાઠંબા પોલીસે પણ આવી પ્રવૃત્તિને નાથવા માટે કમર કસી છે.

સાઠંબા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર બી રાજપુત અને તેમની ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે સાઠંબા નગરના બીજ સબ સ્ટેશન પાછળ ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે બાતમીના આધારે સાઠંબા પોલીસ પોલીસે યુજીવીસીએલના સબ સ્ટેશન પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમી રહેલા જુગારીઓ પર ત્રાટકતાં ત્રણ જુગારી પૈકી એક જુગારી મુકેશભાઈ કાંતિભાઈ તીરગર રહે. સાઠંબા રંગેહાથ ઝડપાઈ ગયો હતો જ્યારે અન્ય બે જુગારી શાહિદશા ઉર્ફે કાલી દિવાન અને મુન્નાર ઉર્ફે લાલુ સૈયદ બંને રહે સાઠંબા ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
સાઠંબા પોલીસે રોકડ રકમ, મોબાઈલ, જુગારના સાહિત્ય સાથે રૂપિયા 1740/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!