અરવલ્લી જીલ્લામાં સૌથી વધુ વિદેશી દારૂના રસિયાઓ બાયડ પંથકમાં હોવાની ચર્ચા
પોલીસે દૂધ પાઈને મોટા કરેલા લિસ્ટેડ બુટલેગર મોયા સલાટ પોલીસ માટે દૂઝણી ગાય હવે ગળાનું હાડકું બન્યો..!!
બાયડ શહેરમાં મોહન ચીમન સલાટ અને તેના બે પુત્રો શહેરમાં વિદેશી દારૂની રેલમછેલ કરતા અનેક વાર પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે
થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા અટકાવવા અરવલ્લી SP શૈફાલી બારવાલે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જીલ્લામાં દારૂનો વેપલો કરનાર લિસ્ટેડ બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા પોલીસતંત્ર બુટલેગરો પર ધોંસ બોલાવી છે બાયડ પોલીસ લિસ્ટેડ બુટલેગર મોહન ચીમન સલાટ ઉર્ફે મોયા સલાટના ઘરે ત્રાટકી ફર્નિચરની પાછળ બનાવેલ ગુપ્તખાનામાંથી 21 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી પોલીસ રેડ જોઈ ફરાર મોહન ચીમન સલાટ અને તેના બે પુત્રો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
બાયડ પ્રોબેશનલ પીઆઇ એસ.ડી.ગિલવા અને તેમની ટીમે શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા લિસ્ટેડ બુટલેગર દિનેશ મોહન સલાટ, રવી મોહન સલાટ અને મોહન ચીમન સલાટ તેના ઘરે વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી હતી ઘરની અંદર કે બહાર દારૂ મળી ન આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જો કે બાતમી સજ્જડ હોવાથી પોલીસે ઘરમાં જીણવટભરી તપાસ કરતા ફર્નિચરને ઠંઠોળતા પાછળ બનાવેલ ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્તખાનામાં હાથ નાખતા વિદેશી દારૂની બોટલ-બિયરના ટીન-117 કીં.રૂ.21850/-નો જથ્થો મળી આવતા પોલીસની મહેનત રંગ લાવી હતી બાયડ પોલીસને બુટલેગર પિતા-પુત્રના ઘરમાં કલાકોની તલાસી બાદ શરાબ મળી આવતા હાશકારો અનુભવ્યો હતો પોલીસ રેડ જોઈ ફરાર ત્રણે બુટલેગરો સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી