38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સુરત ST ડેપોમાંથી યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર.!

સુરત ST ડેપોમાંથી યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર.!

0
216

સુરતના એસટી બસ ડેપો સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના એસટી બસ ડેપો સામે બસ પાર્કિંગ માટે ખુલ્લું મેદાન આવેલું છે. અહીં મેદાનમાં ઝાંડી ઝાંખરામાં એક યુવકની લાશ મળી આવી હતી. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી આવ્યો હતો, પોલીસે આવીને તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.

સુરત સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારની અંદર યુવકે ગળેફાંસો ખાઈ લેવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં મૃતક યુવકની પાસેથી એક બેગ મળી આવ્યું હતું. જેથી પોલીસે બેગની તપાસ કરી મૃતક યુવક કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે અને તેના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. મૃતક યુવકે શરીરે સફેદ કલરનું શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેમજ ઝાડ સાથે જીન્સનું પેન્ટ બાંધી ફાંસો ખાધો હતો. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે પછી યુવકની હત્યા કરવામાં આવી છે, તે અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, જોકે હજારો મુસાફરોની અવરજવર ધરાવતા સુરત બસ સ્ટેશન પર યુવકે આત્મહત્યા કેવી રીતે કરી તે એક મોટી શંકા ઉપજાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!