34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત શહેરા- ગોપી તલાવડી પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા દંપતિ નંદવાયું,પત્નીની આંખો...

શહેરા- ગોપી તલાવડી પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા દંપતિ નંદવાયું,પત્નીની આંખો સામે પતિનું મોત, પત્ની ગંભીર ઇજાગ્રસ્ત

0

 

 શહેરા

 પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગોપી  ગામ  આવેલી તલાવડી પાસે  રોડ઼ પરથી પસાર થનારા    બાઈક પર જનારા દંપતિને અજાણ્યા વાહન ચાલકે  ટક્કર મારી હતી.જેમા બાઈક રોડ પર ફંગોળાતા પતિને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે પત્નિને સારવાર માટે  હોસ્પિટલ ખસેડવામામા આવ્યા હતા.  આ મામલે શહેરા પોલીસ મથક ખાતે પરિવારજનો દ્વારા અજાણ્યા વાહનચાલક સામે   ફરિયાદ નોધાવતા  પોલીસે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા  મુકેશભાઈ અને તેમના પત્ની  કૈલાશબેન  મંગલિયાણા ગોપી તળાવ પાસેથી બાઈક પર બેસીને  પસાર થતા હતા  તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે ચલાવીને અડ઼ફેટે લેતા દંપતી રોડ પર પટકાયુ હતુ. શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી મુકેશભાઈનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ,જ્યારે રાહદારીઓ દ્વારા ઈજા પામેલા કૈલાશબેનને  શહેરા હોસ્પિટલ અને  ત્યાથી ગોધરા સિવીલ ખાતે ખસેડવામા આવ્યા હતા. મૃતક મુકેશભાઈના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહન ચાલક સામ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા  પામી છે.  

બેફામ ફરતા કોઈ ડમ્ફરે ટક્કર મારી હોવાની  લોકમુખે ચર્ચા 

                                                                                                     મંગલિયાણા ગોપી ગામમાથી પસાર થતો રસ્તો  દલવાડા તાડવા પાટીયા થઈ વિજાપુર,ગોપી,મગંલિયાણા,પાદરડી ચોકડીને જોડે છે આ રસ્તો આગળ વાઘજીપુર ચોકડી થઈ ધામણોદ થઈને  મોરવા હડફ પાનમ બ્રીજ થઈને જાય છે. બીજો રસ્તો વાઘજીપુર થઈ ઓરવાડા તરફ જાય છે. ગ્રામજનોમા ચર્ચા છે કે આ રસ્તા પર કેટલાક  મોટા ડમ્ફરના ચાલકો બેરોકટોક ચલાવી રહ્યા છે. તેના કારણે આ અકસ્માત થાય છે. માંતેલા સાઢની જેમ  સાંજના સમયે આ  ડમ્ફર હાંકે છે. મોરવા હડફ તરફ જવા ગોધરા ફરીને લાંબુ અતંર કાપવુ ના પડે તે માટે તાડવા પાટિયા થી સીધો આ રસ્તો પસંદ કરવામા આવે છે. ગોપી તળાવ પાસે અકસ્માત થયો તેમા કોઈ ડમ્ફર ચાલકે જ અક્સ્માત કરીન ફરાર થઈ ગયો હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જોકે અકસ્માત કોણે કર્યો તે પોલીસ તપાસનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!