31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ ધનસુરા જાલમપુરના લિસ્ટેડ બુટલેગર અલ્પેશસિંહ પરમારને પાસા હેઠળ વડોદરા...

અરવલ્લી : LCBએ ધનસુરા જાલમપુરના લિસ્ટેડ બુટલેગર અલ્પેશસિંહ પરમારને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલ્યો

0

 

 

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જીલ્લા પોલીસતંત્રને દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરનાર અને અસામાજીક પ્રવૃતિઓ કરનાર બુટલેગરો અને અસામાજીક તત્વો સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા પોલીસતંત્રે બુટલેગરો ,વરલી-મટકાના અને જુગારના સ્ટેન્ડ ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરાતા બુટલેગરો અને અસામાજીક તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે એલસીબી પોલીસે ધનસુરા પંથકમાં દારૂની રેલમછેલ કરનાર જાલમપુરાના બુટલેગર અલ્પેશસિંહ બાબરસિંહ પરમારને પાસા હેઠળ ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

અરવલ્લી LCB PI ડી.બી.વાળા અને તેમની ટીમે જાલમપુર ગામના અને ધનસુરા સહિત અન્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાના લિસ્ટેડ બુટલેગર અલ્પેશસિંહ બાબરસિંહ પરમારને દબોચી લઇ તેની સામે પાસા હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત રજૂ કરવામાં આવતા જીલ્લા મેજિસ્ટ્રેટે બુટલેગર સામે નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હાને પગલે પાસા અંગેની દરખાસ્ત મંજુર કરતા એલસીબી પોલીસે અલ્પેશસિંહ બાબરસિંહ પરમારને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સખ્ત કાર્યવાહી છતાં ભૂગર્ભમાં જીલ્લાના અનેક સ્થળોએ વિદેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાની બૂમો ઉઠી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!