32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ગોધરા- શહેરા તાલુકાના ધાંધલ પુર ગામે સામાન્ય ઝગડામાં યુવકની ઝગડો કરનાર...

ગોધરા- શહેરા તાલુકાના ધાંધલ પુર ગામે સામાન્ય ઝગડામાં યુવકની ઝગડો કરનાર માતા-પુત્રએ હત્યા કરી નાખતા ચકચાર

0
121

 

 ગોધરા

  શહેરા તાલુકાના ધાંધલપુર ગામે નજીવી બાબતે બોલાચાલ અને ઝઘડો થતાં એક 30 વર્ષીય યુવકનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારતાં સનસનાટી મચી જવા પામી હતી અને સમગ્ર ઘટનાને લઈને મારામારી કરનાર માતા-પુત્ર સામે મૃતકની માતાએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  પોલીસ પાસેથી મળતી વિગતો  અનુસાર શહેરા તાલુકાના ધાંધલપુર ગામે રહેતા રમીલાબેન મણીલાલ પટેલે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો 30 વર્ષિય દીકરો પ્રવિણભાઇ મણીલાલ પટેલ ગામમાં રહેતા નટુભાઈ પટેલની છોકરીના લગ્નની પાધડી પતાવીને ઘરે આવી રહ્યો હતો.તે સમય દરમ્યાન તેમના જ ગામનો જીતેન્દ્રભાઈ રમેશભાઇ પટેલનાઓ પ્રવિણ પટેલને અપશબ્દો બોલતા હતા.અને પ્રવિણ અને જીતેન્દ્ર બંને એકબીજાને જોરજોરથી બુમો પાડીને ઝપાઝપી કરી રહ્યા હતા.તે વખતે અચાનક જીતેન્દ્રભાઈ અને તેમની માતા રેખાબેન રમેશભાઈ પટેલનાઓએ પ્રવિણભાઈને કહ્યુ કે “તું આવુ બોલ્યો જ કેમ” તેમ કહીને જીતેન્દ્ર એ પ્રવિણનો ગળાનો ભાગ પકડીને દબાવી દીધો હતો. અને રેખાબેને પ્રવિણને પકડીને નીચે પાડી દઈ અને તેની ઉપર ચઢીને ચપ્પલથી માર મારી રહ્યાં હતાં.જ્યારે જીતેન્દ્ર પટેલે પ્રવિણભાઈનું જોરથી ગળું દબાવી રાખતા પ્રવિણભાઈની માતા તથા બહેને આવીને છોડાવવાની કોશીશ કરવા છતાં જીતેન્દ્રએ પ્રવિણનું ગળુ દબાવી રાખતા પ્રવિણ મોતને ભેટ્યો હતો.

સમગ્ર બનાવની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અને મૃતક પ્રવિણના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ સમગ્ર બાબતે પ્રવિણભાઈની માતા રમીલાબેન મણીલાલ પટેલે પ્રવિણને મારમારી મોત નિપજાવનાર રેખાબેન રમેશભાઈપટેલ અને જીતેન્દ્રભાઇ રમેશભાઈ પટેલ સામે ફરિયાદ  દાખલ કરી હતી.જ્યારે શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!