33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SP શૈફાલી બારવાલે એક PI અને નવ PSIની આંતરીક બદલી...

અરવલ્લી : SP શૈફાલી બારવાલે એક PI અને નવ PSIની આંતરીક બદલી નો ગંજીપો ચીપ્યો

0
319

સાઠંબા નવનિયુક્ત PSI જી.એસ.સ્વામી માટે સ્થાનિક બુટલેગરો સાથે કેટલાક પોલીસકર્મીઓની ભાઈબંધી અને મહીસાગર જીલ્લા માંથી ચાલતી દારૂની લાઇન પર રોક લગાવાવી મોટો પડકાર બનશે

સ્વચ્છ છબી ધરાવતા અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે વધુ એકવાર પોલીસ અધિકારીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો સીલસીલો યથાવત રહ્યો છે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેકટર અને નવ પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો ગંજીપો ચીપ્યો હતો હજુ પણ જીલ્લા પોલીસતંત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચન પણ કરવામાં આવ્યું છે

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે વહીવટી કારણોસર પોલીસ અધિકારીઓનો બદલીનો આદેશ કરતા ભારે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે જેમાં ટીંટોઈ પીઆઇ એ.બી.ચૌધરીને લીવ રિઝર્વમાં તેમજ ઇન્ચાર્જ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે મોડાસા ટાઉન સેકન્ડ પીએસઆઇ જી.એસ.સ્વામીને સાઠંબા પોલીસ સ્ટેશનમાં,બાયડ રિડર ટુ એસડીપીઓ પીએસઆઇ બી.એમ.પરમારને સેકન્ડ પીએસસાઇ ઈસરી પોલીસ સ્ટેશન,એલઆઈબી પીએસઆઇ બી.બી.ડાભાણિની ધનસુરા પોલીસ સ્ટેશન,ટીંટોઈ પોલીસ સ્ટેશન સેકન્ડ પીએસઆઇ કોમલ રાઠોડની સેકન્ડ પીએસઆઇ મહિલા પોલીસ,મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીએસઆઇ એચ.ડી. સેલારની આંબલિયારા પોલીસ સ્ટેશનમાં,આંબલિયારા પીએસઆઇ જે.કે.જેતાવતની બાયડ પોલીસ સ્ટેશન સેકન્ડ પીએસઆઈ, શામળાજી સેકેન્ડ પીએસઆઈ એસ.કે.ચાવડાની ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં, સાઠંબા પીએસઆઇ બી.કે.વાઘેલાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને ભિલોડા પીએસઆઈ બી.કે.ભૂનાતરની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સેકેન્ડ પીએસઆઈ તરીકે બદલી કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!