અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સતત દોડદોડી કરી રહી છે મોડાસા ટાઉન પોલીસે સજા વોરંટમાં પોલીસને હાથતાળી આપતા બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા શામળાજી પોલીસે બોબીમાતા ચેકપોસ્ટ નજીકથી છકડો રીક્ષામાંથી 32 હજારથી વધુનો શરાબ જપ્ત કરી ડુંગરો ચઢી જનાર ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બકરા ઈદ તહેવારના પગલે શહેરમાં સઘન પેટ્રોલીંગ હાથધરી ડુગરવાડા ચોકડી નજીક વાહનોનું ચેકિંગ હાથધરતા સજા વોરંટમાં નાસતા ફરતા બે આરોપી બજારમાં ટહેલવા નીકળતા ટાઉન પોલીસના હાથે ચઢી ગયા હતા ટાઉન પોલીસે સાબીરમીયા ઐયુબમીયા સિંધી (રહે,મખદૂમ રાહત કંપા,ભેરુંડા રોડ-મોડાસા) અને શોકત યુસુફ લુહાર (રહે,મખદૂમ વેલ્ડિંગ વર્કસ,ભેરુંડા રોડ-મોડાસા)ને દબોચી લેતા બંને આરોપીઓના મોતિયા મરી ગયા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારની બોબીમાતા ચેકપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે છકડો રિક્ષા પસાર થતી જોવા મળતા પોલીસે રોડ પર બ્લોક કરતા બુટલેગર વિદેશી દારૂ ભરેલી રીક્ષા માંથી કૂદી પડતાં રિક્ષા ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી બૂટલેગર ફરાર થઈ જતા પોલીસે રીક્ષામાં સંતાડેલ વિદેશી દારૂના ક્વાટરીયા અને બિયર ટીન નંગ-261 કિં.રૂ.32986/- તેમજ રિક્ષા મળી કુલ.રૂ.1.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર રિક્ષા ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી