અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જંબુસર ગામ નજીક સ્મશાન રોડ પરથી પસાર થતી નદી પર નવીન પુલની કામગીરીની દેખરેખ કરી રહેલા સુપરવાઇઝર અને મજૂરી કરતા શ્રમિકોને સ્થાનિક ચાર થી પાંચ યુવકો એ અગમ્ય કારણોસર બિભસ્ત ગાળો બોલી અહીં થી જતા રહો કામ બંધ કરી દો કહી શ્રમિકને ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સુપરવાઇઝર અને શ્રમિકો ફફડી ઉઠ્યા હતા સ્થાનિક યુવકોના હુમલાના પગલે સુપરવાઈઝરે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
મોડાસાના જંબુસર ગામ થી સ્મશાન માર્ગ પરથી પસાર થતી નદી પર નવીન પુલ નિર્માણનું કામ ચાલી રહ્યું છે પુલની કામગીરીનું કામ કરતા કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની સાઈટ દેખરેખ માટે પાટણના અક્ષય પટેલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે ગત રાત્રીના સુમારે જંબુસર ગામના આશિક ચંદુ પટેલ તેનો ભાઈ મેહુલ પટેલ તેમજ અન્ય બે ત્રણ યુવકો કારમાં પુલની સાઇટ પર પહોંચી સુપરવાઇઝર અક્ષય પટેલ અને શ્રમિકોને પુલનું કામકાજ બંધ કરી અહીં થી જતા રહો કહીં બિભસ્ત ગાળો બોલી માર મારી ફરાર થઈ ગયા હતા ફરીથી બુધવારે સવારે કારમાં સ્થળ પર પહોંચી બેફામ ગાળાગાળી કરી એક શ્રમિકને ઢોર માર મારી ગળું દબાવી દઈ સુપરવાઇઝર અને શ્રમિકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફફડી ઉઠ્યા હતા સુપરવાઇઝર અને શ્રમિકો પર બે વાર હુમલો થતાં કોન્ટ્રાક્ટર તાબડતોડ દોડી આવ્યા હતા સમગ્ર ઘટના અંગે ટીંટોઈ પોલીસને જાણ કરતા ટીંટોઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી
ટીંટોઈ પોલીસે પાટણના અક્ષયકુમાર રમેશભાઈ પટેલની ફરિયાદના આધારે 1)આશિક ચંદુ પટેલ,2) મેહુલ ચંદુ પટેલ તેમજ બે અજાણ્યા ઈસમો સામે ઈપીકો કલમ-323,504,506(2),114 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે