અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના મેઘરાજ રોડ પર આવેલી જીવનજ્યોત સોસાયટી દ્વારા સોસાયટીને હરિયાળી બનાવવા અભિયાન હાથધર્યું છે સોસાયટીના ત્રણ કોમન પ્લોટ સહિત ઘર-ઘર આગળ 300 જેટલા છોડ વાવી વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી હતી આ અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ અને કોર્પોરેટો અને સોસાયટીના રહીશો સહભાગી થયા હતા સોસાયટીના રહીશ ભગુ ભાઈ પ્રણામીને UGVCLમાં ચીફ એન્જિનિયર તરીકે પ્રમોશન મળતાં પ્રમુખ અને સોસાયટીના રહીશોએ સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દીક સ્વાગત સોસાયટીના પ્રમુખ કરશનભાઈ વણકરે કર્યું હતું અને આભારવિધિ પ્રવીણભાઈ લેઉઆએ કરી હતી





