ગોધરા
પંચમહાલ જીલ્લામા ચર્ચાસ્પદ બનેલા ગોધરા શહેરના કાજીવાડા ગુજરાતી મિશ્ર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની સેનીટાઇઝર થી દાઝી જવાથી પ્રથમ સારવાર ગોધરા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગઈકાલે મોત થયું હતું. ત્યારે બેદરકારી દાખવનાર શાળાના આચાર્ય સામે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ તરફ જીલ્લા શિક્ષણ વિભાગ તરફથી કાર્યવાહી કરવામા આવતા શાળાના આચાર્ય અને તેમા ફરજ બજાવતા શિક્ષકોને પણ સસ્પેન્ડ કરી દવાતા શિક્ષણ આલમમા ચકચાર મચી –
ગોધરાની કાજીવાડાની ગુજરાતી શાળામા વિદ્યાર્થીનીના મોતને શુ હતો સમગ્ર મામલો
ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં આવેલી કાજીવાડા ગુજરાતી મિશ્ર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશ્બુ બારીયા શાળામાં ભેદી રીતે ગંભીર રીતે દાઝી જવા પામી હતી, ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, તો બીજી સમગ્ર મામલે જાણવાજોગ નોંધીને સેનેટાઈઝરને કારણે બાળકી દાઝી હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ ખુશ્બુ બારિયાનુ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતુ.જેના કારણે પરિવારજનોમા ભારે ગમની લાગણી છવાઈ હતી.સાથે સાથે કસુરવાર શિક્ષકો સામે કાયદાકિય કાર્યવાહી કરવામા આવી તેવી માગ કરવામા આવી હતી.બાળકીનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો. જોકે સમજાવટ બાદ પોસ્ટમોર્ટમ કર્યા બાદ ગોધરા ખાતે ખુશ્બુના મૃતદેહને લાવામા આવ્યો હતો. જ્યા તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.
ગંભીર બેદરકારી બદલ શાળાના આચાર્ય જયશ્રી પટેલ સામે પોલીસ ફરિયાદ નોધાઈ
આ બાજુ માસુમ બાળકીના મોતને પગલે પરિવારજનોમા પણ આક્રોશ જોવા મળતો હતો. શાળાના તંત્રની બેદરકારીના કારણે પોતાની પુત્રીનો જીવ ગયો હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા લગાવામા આવ્યો હતો.પંચમહાલના રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમગ્ર મામલ કાયદેસરની કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી. આ મામલે આખરે વિદ્યાર્થીની ખુશ્બુ બારિયાની માતા સુરેખા પરમારે ગોધરા શહેર બી ડીવીઝન ખાતે શાળાના આચાર્ય જયશ્રી બેન પટેલ સામે પોલીસ ફરિયાદ નોધાવાઈ છે,જેમા જણાવાયુ હતુ કે જેમા કાજીવાડાની ગુજરાતી મિશ્ર શાળાના બીજા માળે આવેલા ક્લાસમાં સેનેટાઈઝર મુકેલુ હતુ.તેનાથી દાઝી ગયેલી છે. ફરિયાદમા જણાવામા આવ્યુ હતુ કે આચાર્ય દ્વારા નાના બાળકોની ભણવાની જગ્યાએ સળગી ઉઠે તેવો પદાર્થ રાખવાથી જાનહાની થાય તેમ જાણવા છતા બેદરકારી રાખી હતી.જેના કારણે મારી છોકરી દાઝી ગયેલી હતી, સેનેટાઈઝરના કારણે દાઝી થવાથી મારી દિકરીનુ મરણ થયેલ છે આથી આચાર્ય જયશ્રી પટેલ સામે મારી કાયદેસરની થવા મારી ફરિયાદ છે. આ બાજુ શિક્ષણ વિભાગ દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામા આવી છે,અને આચાર્ય સહિત અન્ય બે શિક્ષકો પણ સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.





