32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત મતદાન થી કન્યા દાન સુધી વિસ્તારક નરેન્દ્ર પટેલની જવાબદારીને સલામ કરવાનું મન...

મતદાન થી કન્યા દાન સુધી વિસ્તારક નરેન્દ્ર પટેલની જવાબદારીને સલામ કરવાનું મન થશે વાંચો..!

0

 

તલોદ તાલુકાના પુંસરી ના વતની અને જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઇ પટેલે 2017 માં દત્તક લીધેલ દહેગામની દિકરી દક્ષા ના કરિયાવર સાથે ધામધૂમ પૂર્વક લગ્ન કરી એક દતક બાપ ની જવાબદારી નિભાવી હતી
મૂળ પુંસરી ના વતની અને સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પુર્વ કારોબારી સમિતિ ના ચેરમેન નરેન્દ્રભાઇ પટેલ 2017 માં પંડિત દીનદયાળ જી ના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે દહેગામ વિધાનસભા ના ભાજપ ના વિસ્ત્તારક તરીકે નિમણૂક થવા પામી હતી તે દરમિયાન 2 એપ્રિલ 2017 ના રોજ દહેગામ વિસ્તારના પ્રવાસે હતા તે સમયે ધોમ ધખતા તડકામાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઓનું ટોળુ શાળા તરફ જઈ રહ્યું હતું એમાંપગમાં ચપ્પલ પહેર્યા વગર શાળામાં જઈ રહેલ દક્ષા નામની દીકરી પર નરેન્દ્રભાઇ નીં નજર પડતાં જ ગાડી ઊભી રાખી તત્કાલિક ચપ્પલ ની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ દક્ષા જે સ્કુલ માં અભ્યાસ કરતી હતીઃ ત્યાં જઈ તપાસ કરાતા ધો 8 માં અભ્યાસ કરતી દીકરી દક્ષા એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાનું અને ઘરની સઘળી જવાબદારી બીજાના ઘરે જઈ કપડાં વાસણ અને પોતા કરી સાથે અભ્યાસ માટે આવતી હોવાનું જાણતા જ દિકરી દક્ષા ને દતક લઈ તે દિવસથી જ તેને કપડાં પુસ્તકો અને બીજી જરૂરી વસ્તુઓ લાવી આપી તે દિવસથી જ બાપ તરીકેની જવાબદારી અદા કરી હતી

સમયાંતરે દહેગામ વિધાનસભા મત વિસ્તારના વિસ્તારક તરીકે ની જવાબદારી પુરી થતાં નરેદ્ર ભાઈ દ્વારા વાર તહેવારે નવા કપડાં મીઠાઈ અને અભ્યાસ માટે ની ફી સહિત ની અભ્યાસ સામગ્રી નિયમિત રીતે પહોચાડતા હતા ભણવામાં હોશિયાર દક્ષા ને ધો 12 સૂધી અભ્યાસ કર્યા બાદ દક્ષા આત્મનિર્ભર બને તે માટે આઈ ટી આંઈ મા કોમ્પ્યુટર ના કલાસ કરાવી ખાનગી કંપનીમાં નોકરી અપાવી હતી ત્યારબાદ છ ફેબ્રુઆરી ના રોજ દિકરી દક્ષા ના સામાજિક રીત રિવાજો મૂજબ ધામધૂમથી લગ્ન કરાવી એક બાપ તરીકેની જવાબદારી અદા કરી હતી દક્ષા ના લગ્ન પ્રસંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર, દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના ચેરમેન બારડ તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા સહિત પુંસરી ગામ ના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!