33.6 C
Gujarat
Sunday, October 25, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : SOGએ ધનસુરાની બે દુકાનમાંથી ગેરકાયદેસર 2.68 લાખના ફટાકડાનો જથ્થો ઝડપ્યો,દિવાળીની...

અરવલ્લી : SOGએ ધનસુરાની બે દુકાનમાંથી ગેરકાયદેસર 2.68 લાખના ફટાકડાનો જથ્થો ઝડપ્યો,દિવાળીની અસર

0

અરવલ્લી જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દિવાળી પર્વને લઈને ઉંઘમાંથી સફાળા જાગી ગેરકાયદેસર ફટાકડાનો સમગ્ર કરનાર વેપારીઓ સામે કાયદાનો સંકંજો કસ્યો છે જોકે જીલ્લામાં કરોડો રૂપિયાનો ફટાકડાનો સંગ્રહ અને વેપલો કરનાર મોતના સોદાગરો સામે ક્યારે કાર્યવાહી થશેની ચર્ચા ચારેકોર છે ફટાકડાના વ્યવસાયમાં નાની માછલીઓ પકડી એસઓજી પોલીસ સંતોષ માની રહી છે

ધનસુરા ખાતે ફટાકડાની દુકાનોમાં જિલ્લા SOG પોલીસ ની તપાસ દરમિયાન લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખ્યો હોવાનું સામે આવતાં SOG પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાંઈ બાબા સીઝનલ ફટાકડા અને મહાદેવ ટ્રેડર્સ નામની બે દુકાનોમાંથી કુલ રૂ. 2,68,238ની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કરી બંને દુકાનો સીલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાંઈ બાબા સીઝનલ ફટાકડાની દુકાનમાંથી અલગ-અલગ પ્રકારના કુલ 1,338 બોક્સ ફટાકડા, જેની કિંમત રૂ. 1,70,162 થાય છે, જ્યારે મહાદેવ ટ્રેડર્સમાંથી કુલ 1,116 બોક્સ ફટાકડા, જેની કિંમત રૂ. 98,076 થાય છે, મળી આવ્યા હતા. બંને દુકાનોમાંથી કુલ 2,454 બોક્સ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન બંને દુકાનોમાં ઇલેક્ટ્રિક વાયરોનું વાયરિંગ દીવાલની અંદર રાખવાને બદલે બહાર પ્લાસ્ટિકની પાઇપોમાં કરવામાં આવ્યું હોવાનું પણ નોંધાયું હતું. આ પ્રકારના વાયરિંગથી શોર્ટ સર્કિટ થવાની અને આગ લાગવાની સંભાવના હોવા છતાં આગથી બચાવ માટે પૂરતી વ્યવસ્થા ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે વિનોદભાઈ અશોકભાઈ ખત્રી અને સંજયભાઈ ચંદુભાઈ ઠક્કર સામે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને દુકાનોમાંથી કુલ રૂ. 2,68,238નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહીથી ફટાકડાના વેપારમાં જરૂરી લાયસન્સ અને આગ સામેની સુરક્ષા વ્યવસ્થાના પાલનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!