30.7 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં નેહરૂ કેબિન ધારકોને મળી નવી દુકાનો, મંત્રી ભિખુસિંહ પરમારના...

અરવલ્લી : મોડાસામાં નેહરૂ કેબિન ધારકોને મળી નવી દુકાનો, મંત્રી ભિખુસિંહ પરમારના હસ્તે ઉદ્ધાટન

0

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નેહરૂ કેબિન ધારકોને નવી દુકાનો મળતા, શુભ-લાભ કોમ્પ્લેક્ષનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. શિવરાત્રીના દિવસે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર, મોડાસા નગર પાલિકાના પ્રમુખ નિરજ શેઠ તેમજ નેહરૂ કેબિન એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મોડાસા નગર પાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસાના બજાર વિસ્તારમાં ઘણા વર્ષોથી કેબિન ધારકો રોજગાર ધંધા ચલાવતા હતા જોકે ટ્રાફિક જેમાં અન્ય સમસ્યાઓને કારણે આ કેબીનો હટાવીને 89 જેટલા કેબિન ધારકોને સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી, તેમાં 89 દુકાનો બનાવી આજે રોજગાર ધંધા ફરીથી શરૂ થયા છે. 38 વર્ષ પછી કેબિન ધારકોને પોતાની નવીન જગ્યા પર દુકાનો શરૂ કરતા, રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે કૉમ્પ્લેક્સ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. હવે મુખ્ય બજાર પરના કેબીન હટતાં માર્ગ પહોળો બનશે જેથી મુખ્ય બજારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે. રસ્તો પહોળો કર્યા બાદ ડિવાઈડર લગાવવાની કામગીરી પણ આગામી સમયમાં હાથ ધરાશે. આ પ્રસંગે નવીન કોમ્પ્લેક્ષનું નિર્માણ કરનાર બિલ્ડર કમલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!