પોલીસ રેડમાં ગેસ્ટ હાઉસમાં રૂપલલનાઓ સાથે રંગરેલીયા મનાવતા ગ્રાહકો ઝડપાયા કે નહીં તે અંગે અનેક ચર્ચા
વિનાયક ગેસ્ટ હાઉસમાં વાસના સંતોષવા ગ્રાહકોનો અડ્ડો જામતો હોવાની ચર્ચા
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે જીલ્લામાં આવેલ ગેસ્ટ હાઉસ અને મસાજ પાર્લરમાં ચાલતા ગેરકાયદેસર દેહવેપારના વેપલાના ચક્રવ્યૂહ ને ભેદવા કમરકસી છે બાયડ શહેરના પાવન પ્લાઝા કોમ્પલેક્ષના પ્રથમ માળ પર આવેલા વિનાયક ગેસ્ટ હાઉસમાં એસઓજી ટીમ ત્રાટકી ગેરકાયદેસર ચાલતા કૂટખાણાનો પર્દાફાશ કર્યો હતો ગેસ્ટ હાઉસમાં રહેલી બે રૂપલલનાઓ અને ગેસ્ટ હાઉસના મેનેજર અને સહકર્મીને ઝડપી લીધા હતા હોટલ મેનેજર ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા પડાવી રૂપલલનાઓને ૫૦૦ રૂપિયા આપતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી જીલ્લા SOG પીઆઇ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે બાયડ શહેરમાં પેટ્રોલીંગ હાથધરતા પાવનપ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળ પર આવેલા વિનાયક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજર બહારથી યુવતીઓને લાવી ગેરકાયદેસર રીતે દેહ વેપારનો વેપલો કરતા હોવાની બાતમી મળતા સ્થળ પર ત્રાટકી રૂમ ચેક કરતા રૂમની અંદરથી બે રૂપલલના મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહવેપારનો વેપલો કરતા મેનેજર જયપાલસિંહ પરાક્રમસિંહ પુવાર (રહે,કડાણા-મહીસાગર) અને ગેસ્ટહાઉસમાં નોકરી કરતા ભંવરસિંહ માધુસિંહ રાવ (રહે,ભાટોલી,ડુંગરપુર-રાજ)ને દબોચી લઈ ગેસ્ટ હાઉસના માલિક ભંવરસિંહ (રહે,ડુંગરપુર-રાજ) ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે એસઓજી પોલીસે વિનાયક ગેસ્ટ હાઉસમાં રેડ કરી યુવતીઓ પાસે કરાવતા દેહ વેપારના વેપલાનો પર્દાફાશ કર્યો હતો જોકે એસઓજી રેડ દરમિયાન રૂપલલનાઓ સાથે રંગરેલિયા માનવતા ગ્રાહકો ઝડપાયા કે નહીં તે અંગે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે પોલીસની રેડને પગલે પવનપ્લાઝા કોમ્પલેક્ષ આગળ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શહેરની અને હાઇવે રોડ પર આવેલ કેટલાક હોટલ અને ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર અને શ્રાવણીયો જુગાર રમાડવામાં આવતો હોવાની બૂમો ઉઠી છે





