27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGને જોઈ મુન્નાભાઈ MBBSની સર્કીટ ઉડી ગઈ ,4 હજારથી વધુની...

અરવલ્લી : SOGને જોઈ મુન્નાભાઈ MBBSની સર્કીટ ઉડી ગઈ ,4 હજારથી વધુની દવાઓ સાથે દબોચ્યો

0
83

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ મુન્નાભાઈ એમબીબીએસ સામે સમયાંતરે શખ્ત કાર્યવાહી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા દવાખાનાઓ બંધ કરી ઝોલા છાપ ડોકટરો ગાયબ થઇ જતા હોય છે થોડા સમય બાદ ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરોની હાટડીઓ ધમધમવા લાગે છે મોડાસા શહેર સહીત જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોકટર તરીકે ક્લિનીક ખોલી લોકોની સારવાર કરતા અનેક ડોકટરો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.

અરવલ્લી જીલ્લા સહિત અને તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરનો રાફડો ફાટયો છે ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે મેઘરજ તાલુકાના નવાગામ (કંટાળું) ગામમાં ઘરમાં દવાખાનું ખોલી ગામના અને આજુબાજુ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઉંટવૈદ્ય નેમાં મેઘાભાઈ કટારા નામના શખ્શની અટકાયત કરી 4 હજારથી વધુની દવાઓ,ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઈસરી પોલીસ સ્ટેશનમાં નકલી તબીબ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!