28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : આધુનિક સંગીત સિસ્ટમની બોલબાલા વચ્ચે આજે પણ ગ્રામીણ વિસ્તારમાં હોળી...

પંચમહાલ : આધુનિક સંગીત સિસ્ટમની બોલબાલા વચ્ચે આજે પણ ગ્રામીણ વિસ્તારમાં હોળી ધુળેટીની ઉજવણી ઢોલ- નગારા વગર અધુરી

0
73

 

ગોધરા

પંચમહાલ જીલ્લામાં રંગોના તહેવાર ગણાતા હોળી અને ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામીણો મન મુકીને હોળી ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. સમય બદલાય છે સાથે સાથે રીતરિવાજો, સંસાધનો અને સુવિધાઓ પણ બદલાતી રહે છે. પણ હોળી ધુળેટીના તહેવાર ઉજવતી વખતે ઢોલ અને નગારાનું ગ્રામીણ વિસ્તારમાં ખુબ જ મહત્વ છે.

 

વાત પંચમહાલની હોય કે મહિસાગર કે આદિવાસી બહુમુલ્ય વસ્તી ધરાવતા દાહોદ જીલ્લાની. ઢોલ એક પ્રતિક છે હોળીના તહેવારનું, સાથે નગારુ તો ખરુ. આ વિસ્તારોમાં હોળી પહેલાતો ઢોલ વાગવા માડે છે. આ ઢોલ પરથી તો ગીતો પણ બન્યા છે, પંચમહાલ વિસ્તારમાં તો હોળીના ઢોલ વાગ્યા રે હો ગેંદાલ દારુડિયો જેવા પ્રાદેશિક ગીતો પણ સોશિયલ મિડિયા પર બન્યા છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના પોતાના ફળિયાનો એક ઢોલ હોય છે. જે ફાળો એકત્ર કરીને લાવે છે. હોળી ધુળેટીનો તહેવાર સમાપ્ત થઈ જતા તેને માળિયામા સાચવીને મુકી રાખવામા આવે છે. આવી જ રીતે નંગારાનુ પણ એવુ જ હોય છે. ઢોલ – નગારાને સાથે વગાડવામાં આવે છે. હોળી પ્રગટાવામા આવે તે દિવસે પણ, ધુળેટીના દિવસે પણ આજે આ બધાની વચ્ચે આજની યુવા પેઢી આધુનિકતાને વરી છે. પણ મોટા ભાગે હોળી ધુળેટીના તહેવારમાં ઢોલ તો જોવા મળે જ.હોળીના બાપદાદાઓના સમયથી ગાવામાં આવતા ગીતો ગાવામા આવે છે. અને હોળીની પરપરાગત રીતે ઉજવણી થાય છે. પણ આધુનિકતાની વચ્ચે ઢોલ-નગારાએ તેના અસ્તિત્વને બચાવી રાખ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!