હાલોલ
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે રહેતી મહિલા નર્મદા કેનાલમાં કપડા ધોવા ગઈ હતી તે વખતે પાણીના પ્રવાહમા મહિલાનો પગ લપસી જતા તેમને બચાવા પડેલા દિયર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ પરિવારને થતા ફાયર વિભાગ અને પોલીસ પણ પહોચ્યા હતા.આખરે શોધખોળ બાદ દિયર ભાભીના મૃતદેહો મળી આવ્યા હતા.બંનેના મોત થતા પરિવારજનોમાં પણ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના આંબા તળાવ ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. ગામમાં રહેતા ગીતાબેન સોલંકી કેનાલમા કપડા લઈને ધોતી વખતે અચાનક પગ કેનાલમાં લપસી જતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યા હતા. ગીતાબેને બુમાબુમ કરતા કેનાલ પાસે ઉભા રહેલા તેમના દિયર વિજયભાઈ સોલંકી દોડી આવ્યા હતા. અને તેઓ નહેરમાં ભાભીને બચાવા કુદી પડ્યા હતા. પાણીનો પ્રવાહમા તેઓ ગરકાવ થઈ ગયા હતા. આ મામલે સ્થાનિક લોકોએ પરિવારને જાણ કરી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવતા હાલોલ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ દોડી આવી હતી. કેનાલમા સ્પીડ બોટ વડે ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામા આવી હતી. આખરે બંને દિયર-ભાભીના મૃતદહો મળી આવ્યા હતા. તેમના મૃતદેહોનો પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ માટે ખસેડાયા હતા. હાંલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.દિયર ભાભીના મોતને પગલે આંબા તળાવ ગામમા પણ શોકની કાલીમા છવાઈ ગઈ છે.





