ગોધરા
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવતીકાલની શરુ થઈ રહેલી ચૈત્રી નવરાત્રીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. આવનારા ભાવિકોને તકલીફ પડે તે માટે તંત્રએ તૈયારી કરી દીધી છે.નવરાત્રીને લઈને હાલમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ રાખવામા આવ્યો છે. ભાવિકો દર્શન કરી શકે તે માટે તળેટી ખાતે આવેલા બસ સ્ટેશનની માંચી સુધી એસટી બસોની વ્યવસ્થા કરવામા આવી છે.
આવતીકાલની ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.જેને લઈને ભાવિકોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીનુ વિશેષ મહત્વ છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભાવિકો ઉમટી પડે છે. નવ નવ દિવસ લાખોની સંખ્યામા ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડશે. જેના લઈને જીલ્લા તંત્ર દ્વારા પણ તૈયારી કરી દેવામા આવી છે.એસ ટી વિભાગ દ્વારા ભાવિકોને લઈ જવા આવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. જેમા પાવાગઢ તળેટી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. હાલમા ખાનગી વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવા માટે પણ પોલીસ નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ટ્રાફિકની અવ્યવસ્થા ના સર્જાય તે માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામા આવી છે. ભાવિકોને કોઈ અગવડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.





