લાયન્સ કલબ સોસાયટી મોડાસા દ્વારા તા.૨૦/૦૪/૨૫ ના રોજ અરવલ્લી જિલ્લા માં પ્રથમવાર બહેરા મૂંગા બાળકો માટે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા તેમજ આજુબાજુ ના વિસ્તાર નાં બહેરા મૂંગા બાળકો લગ્ન જીવન થી વંચિત રહી ન જાય તેવા ઉમદા હેતુ થી આ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે.
સંસ્થાના પ્રમુખ ર્ડા.ટી.બી.પટેલ તેમજ સમૂહ લગ્ન પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પટેલ ની અખબારી યાદી માં જણાવ્યા મુજબ બહેરા મૂંગા દિકરા –દિકરીઓ ના તા.૨૦/૪/૨૫ ના શુભદિવસે પ્રભુતાના પગલા માંડશે અને એક નવી જીંદગી ની શરૂઆત કરેશે. આ લાભાર્થીઓને સંસ્થા તરફ થી તેમજ દાતાઓ તરફ થી તમામ પ્રકાર ની ઘર વખરી , ફર્નીચર તેમજ ઘરેણા પણ આપવામાં આવશે.
૧૯૬૯ થી ફક્ત ૨૧ બાળકો થી શરૂ થયેલ અમારી વાડીલાલ હિરાલાલ ગાંધી બહેરા મૂંગા શાળા આજે વટવૃક્ષ બની છે જેનું ગુજરાત રાજ્ય લેવલે નામ છે આ સસ્થામાં ધોરણ ૧ થી ૮ સુધી નો અભ્યાસક્રમ ચાલે છે. સાથે સાથે ચિત્ર કામ રમત ગમત વિગેરે પણ શીખવવામાં આવે છે.આ બાળકો માટે અભ્યાસ ની વધુ તકો ઉપલબ્ધ ન હોવાથી ધરે ગયા પછી એક રખડતા વ્યક્તિ તરીકે નું જીવન વિતાવી રહ્યા હતા. આ બાળકો પોતાની રોજીરોટી જાતે કમાઈ શકે ,સમાજ અને માં-બાપ ને ભારરૂપ ન થાય તે હેતુ થી ૨૦૦૨ થી આઈ.ટી.આઈ શરુ કરેલ છે જેમાં સાત ટ્રેડ ચલાવવામાં આવે છે આ આઈ.ટી.આઈ. માં અભ્યાસ પૂર્ણ કરી ગયેલ બાળકો માંથી ૮૦ % બાળકો પોતાની રોજીરોટી જાતે કમાય છે. હાલ માં આ સંસ્થા ખાતે ૨૦૦ બહેરા મૂંગા દિકરા દિકરીઓ રહી અભ્યાસ કરે છે જેમને રહેવા જમવાનું , મેડિકલ સારવાર ,કપડા ,બુટ વિગેરે તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. બાળકો પાસેથી કોઈ પણ પ્રકાર ની ફી લેવામાં આવતી નથી. આ પ્રકાર ની સાત ટ્રેડ ચાલતી આઈ.ટી.આઈ ગુજરાત રાજ્ય માં પ્રથમ અને એક માત્ર છે જે આપણા સૌ માટે ગૌરવ ની વાત છે. આમ બહેરા મૂંગા બાળકો ને ભણાવવા ,ટેકનીકલ શિક્ષણ આપી રોજગારી મેળવી આપવી તેમજ લગ્ન પણ કરાવી આપી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંસ્થા મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ તથા મંત્રી સુરેશભાઈ પટેલ ,કારોબારી સભ્યો તેમજ સ્ટાફ પરિવાર ખુબજ જહેમત ઉઠાવી રહ્યું છે અને દર વર્ષે આવા સમૂહ લગ્ન નું આયોજન કરવા નું નક્કી કરેલ છે.





